WHOLE FAMILY
Govind
Govind Maru
વૈજ્ઞાનીક અને માનવીય અભીગમ,માનવજીવનને ખોટી પરમ્પરા, નીરર્થક કર્મકાંડોમાંથી મુક્તી અપાવનારા કે સમાજને ભરડો દઈને વ્યાપેલી અંધશ્રદ્ધામાંથી છુટકારો અપાવનારા રેશનલ વાચનયાત્રા ‘અભીવ્યક્તી’ તેમ જ સમાજ ઉપયોગી સાહીત્યની તદ્દન મફ્ફત ઈ.બુક્સ વહેંચવાની પ્રવૃત્તી.
Read more
Mansi Shethji
Mansi Shethji Sonik
I am a writer who write to change and change to write...
Read more
Dr. Raghavji
Dr. Raghavji Madhad (રાઘવજી માધડ)
સર્જક પરિચય : ડો. રાઘવજી માધડ ગુજરાતી સાહિત્ય,લોકસાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ડો.રાઘવજી માધડનું નામ જાણીતું છે.સાહિત્ય, લોકસાહિત્ય અને શિક્ષણના ૨૯ જેટલા સત્વશીલપુસ્તકોના સર્જક ડો.રાઘવજી માધડનો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં તા.૦૧-૦૬-૧૯૬૧ના રોજ થયો છે.માતાનું નામ કાળીબહેન અને પિતાનું નામ દાનાભાઇ છે.શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી,શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી હાલ શિક્ષણ વિભાગની એક સંસ્થા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઇઆરટી) ગાંધીનગરના મુખપત્ર‘જીવન શિક્ષણ’માં સહતંત્રી તરીકે વરસોથી સેવારત છે.તેઓનો શૈક્ષણિક અભ્યાસ પી.ટી.સી, એમ.એ, બી.એડ,એમ.એ.(એજ્યુકેશન),પી.એચડી.સુધીનો છે. ગુજરાતી સાહિત્ય જગતમાં‘ઝાલર’વાર્તાસંગ્રહથી પ્રવેશ કરી ગુજરાતી ટૂંકીવાર્તા ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.જાણીતા સાહિત્કાર શ્રી જોસેફ મેકવાન ‘ઝાલર’વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં લખે છે કે,ગુજરાતી સાહિત્યમાં વાર્તાક્ષેત્રે જીવન સાથે ઝાઝેરી નિસબત ધરાવતી એક બળુકી કલમ ઊભરી આવી તેછે શ્રી રાઘવજી માધડની, એની વાર્તાઓ જીવન ભણી પ્રત્યાગમન કરતી દેખાય છે.રાઘવજી તળમાટીનો માણસ છે.એનું ભાવવિશ્વ એની આસપાસ ધસતો વસતો તળપદો સંસાર છે.પાત્રો પોતાની રોજિંદી જીવતર વેંઢારવાની ઘટમાળમાંથી ઉદભવ્યા છે.એટલે જ કૃતક નથી વસતા પણ સાચુકલું જીવન ધસતા સિદ્ધ થાય છે.રાઘવજી પાસે એક દ્રષ્ટિ છે જીવનમાં સારપને નિરખવાની ને પારખવાની. તેથી વાર્તાનાં ચરિત્રોનો વિકાસ આપ ફોર્યો થતો રહે છે.એની ભાષામાં જીવટ છે અને શૈલીમાં પરંપરાગત ગુણ હોવા છતાં નિરૂપણનિ કલા રસનિર્વાહ્ય બને છે. ‘ઝાલર’વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગરનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું.વાર્તા ક્ષેત્રે અનેક પારિતોષિક પ્રાપ્ત થયા છે. શ્રી નર્મદ સાહિત્ય સભા,સુરત તરફથી આપવામાં આવતો ‘કેતન મુનશી વાર્તા પારિતોષિક – ૨૦૧૪’ સપન્ન થયો છે.
Read more