About
Picture

Dr. Raghavji Madhad (રાઘવજી માધડ)

Name:
Dr. Raghavji Madhad (રાઘવજી માધડ)
Email:
tarunshah121@gmail.com
Pen Name:
Dr. Raghavji Madhad
Address:
‘અભિષેક’ પ્લોટ નં.૭૧૫/૧,, સેકટર ૭ બી, ગાંધીનગર
, ,
Contact No:
૯૪૨૭૦ ૫૦૯૯૫
Birth Date:
01-06-1961
Education:
P.T.C., M. A., B.Ed., Ph. D.
I am:
Writer,Critic,Columnist

Picture

ગુજરાતી સાહિત્ય જગતમાં પ્રવેશ..............

ગુજરાતી સાહિત્ય જગતમાં‘ઝાલર’વાર્તાસંગ્રહથી પ્રવેશ કરી ગુજરાતી ટૂંકીવાર્તા ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.જાણીતા સાહિત્કાર શ્રી જોસેફ મેકવાન ‘ઝાલર’વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં લખે છે કે,ગુજરાતી સાહિત્યમાં વાર્તાક્ષેત્રે જીવન સાથે ઝાઝેરી નિસબત ધરાવતી એક બળુકી કલમ ઊભરી આવી તેછે શ્રી રાઘવજી માધડની, એની વાર્તાઓ જીવન ભણી પ્રત્યાગમન કરતી દેખાય છે.રાઘવજી તળમાટીનો માણસ છે.એનું ભાવવિશ્વ એની આસપાસ ધસતો વસતો તળપદો સંસાર છે.પાત્રો પોતાની રોજિંદી જીવતર વેંઢારવાની ઘટમાળમાંથી ઉદભવ્યા છે.એટલે જ કૃતક નથી વસતા પણ સાચુકલું જીવન ધસતા સિદ્ધ થાય છે.રાઘવજી પાસે એક દ્રષ્ટિ છે જીવનમાં સારપને નિરખવાની ને પારખવાની. તેથી વાર્તાનાં ચરિત્રોનો વિકાસ આપ ફોર્યો થતો રહે છે.એની ભાષામાં જીવટ છે અને શૈલીમાં પરંપરાગત ગુણ હોવા છતાં નિરૂપણનિ કલા રસનિર્વાહ્ય બને છે.

Picture

ડો. રાઘવજી માધડ..............

ગુજરાતી સાહિત્ય,લોકસાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ડો.રાઘવજી માધડનું નામ જાણીતું છે.સાહિત્ય, લોકસાહિત્ય અને શિક્ષણના ૨૯ જેટલા સત્વશીલપુસ્તકોના સર્જક ડો.રાઘવજી માધડનો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના દેવળીયા ગામમાં તા.૦૧-૦૬-૧૯૬૧ના રોજ થયો છે.માતાનું નામ કાળીબહેન અને પિતાનું નામ દાનાભાઇ છે.શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી,શિક્ષણના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી હાલ શિક્ષણ વિભાગની એક સંસ્થા ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઇઆરટી) ગાંધીનગરના મુખપત્ર‘જીવન શિક્ષણ’માં સહતંત્રી તરીકે વરસોથી સેવારત છે.તેઓનો શૈક્ષણિક અભ્યાસ પી.ટી.સી, એમ.એ, બી.એડ,એમ.એ.(એજ્યુકેશન),પી.એચડી.સુધીનો  છે.

Picture

પારિતોષિક.......

 ‘ઝાલર’વાર્તાસંગ્રહને ગુજરાત સાહિત્ય અકાદમી,ગાંધીનગરનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું.વાર્તા ક્ષેત્રે અનેક પારિતોષિક પ્રાપ્ત થયા છે. શ્રી નર્મદ સાહિત્ય સભા,સુરત તરફથી આપવામાં આવતો ‘કેતન મુનશી વાર્તા પારિતોષિક – ૨૦૧૪’  સપન્ન થયો છે.

Picture

ટૂંકીવાર્તાઓમાં કેડી કંડારનાર શ્રી માધડ.......

ગુજરાતી ટૂંકીવાર્તાઓમાં પોતાની કેડી કંડારનાર શ્રી માધડ પાસેથી જે વાર્તાસંગ્રહો મળે છે તેમાં  સંબંધ, જાતરા,અમરફળ મુખ્ય સંગ્રહો છે.વાર્તાઓ જેટલી વંચાઇ એટલી જ પોંખાઈ છે.તેમની વાર્તાઓમાં વરતાય છે જીવનની કઠોર-નઠોર વાસ્તવિકતાને પચાવી લીલપ પાથરતી આવડત...તળપદી વાતોની સાથોસાથ સચ્ચાઈ અને ખમીરનો રણકો પણ સંભળાય છે.તેમજ વાર્તાઓમાં કાઠિયાવાડી વાતાવરણ જ નહી પણ પૂરું કાઠિયાવાડ અનુભવવા મળે છે.તથા ગ્રામ્યજીવનનો સાચો ધબકાર છે,સાથે જિંદગીનું તત્વજ્ઞાન અને કલાત્મકતા સિદ્ધ થયેલી છે.’

સૌરાષ્ટ્રના તળ સમાજમાંથી આવેલા આ લેખક પાસે સારા-ખરાબ અનુભવોનો યુગો જુનો વારસોતો છે જ, પરંતુ એમાંથી વાર્તા નિપજાવવાનું તેઓ પોતાની રીતે શીખ્યા છે. આપણી લોક પરંપરાની કથાઓને એમના સંવેદનજગતમાં ઊંડી અસર પાડી છે તો સમાજના વિવિધ વર્ગો તરફથી પોતાને અને પોતાના સમાજને વેઠવા પડેલા અન્યાયો પ્રત્યે એમનો સર્જકીય પ્રતિભાવ પણ અહીં અનેક વાર્તાઓમાં આપણને દેખાય છે.બોલચાલની ભાષા દ્વારા તેમનો કાન સરવો છે તેની પ્રતીતિ આપણને પાત્રોના સંવાદોમાં તો થાય જ છે અને વાર્તા નિમિતે જે કહેવું છે તેમાં વાર્તાકથનથી દૂર જતું ન રહેવાય તેની કાળજી તેમણે સતત રાખી હોવાથી તેમની વાર્તાકથાને વાચકોનો સતત પ્રેમ મળતો રહ્યો છે.

Picture

કોલમ લેખન.......

ગુજરાતના અગ્રગણ્ય દૈનિકપત્રોમાં શ્રી માધડ છેલ્લા બે દાયકાથી નિયમિત કોલમ લેખન કરતા રહ્યાં છે.જેમાં ખાસ કરી લોકકથાઓ, ગ્રામીણ-સામાજિક સમસ્યાઓ વિષય તરીકે વણાતા રહ્યાં છે. જેનાથી લોકજાગૃતિ કે સામાજિક ચેતનાનો સંચાર થતો રહ્યો છે.હાલ ‘દિવ્યભાસ્કર’દૈનિકની રસરંગ પૂર્તિમાં પહેલા ‘ધુમ્મસ’ શીર્ષકથી કોલમ લેખન કરતા હતા.જેમાં યુવાવર્ગની સાંપ્રત સમસ્યાને કેન્દ્રમાં રાખી કથાનું સર્જન કરવામાં આવે છે.આ કોલમકથાની ભાષા યુવાપેઢીને વાંચવી ને મમળાવવી ગમે તેવી છે.તેનાથી યુવા પેઢીને માતૃભાષા પ્રત્યેનો પ્રેમ કે લગાવ જન્મે છે ને સાથેસાથે તેનાં પ્રશ્નોને વાચા મળતી હતી. હાલ ‘ચંદરવો’ નામે લેખન કરી છે.  આ કોલમ લોકપ્રિયતાની ટોચ પર પહોંચી છે. 

Picture

શ્રી માધડના કથા સાહિત્ય પર સંશોધન

ઘણાં અભ્યાસુ-સંશોધકોએ શ્રી માધડના કથા સાહિત્ય પર સંશોધન કરી,એમ.ફીલ અને પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરેલ છે. તેઓની ઘણી વાર્તાઓનું હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતર થયું છે. ધોરણ આઠના પાઠ્ય પુસ્તકમાં પણ એક પાઠ તેમજ ધોરણ ૧૧  (દ્વિતીય ભાષા) સમાવિષ્ઠ થયો છે.

Picture

સૌમ્યને ઋજુ પ્રકૃતિ.......

આમ ગામડા ગામમાં એક શિક્ષકથી પોતાની સેવા-યાત્રાનો આરંભ કરનાર શ્રી માધડની ગાંધીનગર, જી.સી.ઇ.આર.ટી.સુધીની યાત્રા જેટલી બાહ્ય તેટલી આંતરિક પણ છે.સૌમ્યને ઋજુ પ્રકૃતિ ધરાવતા આ સર્જક પાસે વ્યાપક જીવન અનુભવનું નવનીત છે,જેને લઈને એમના સર્જનમાં સચ્ચાઈનો રણકો અનુભવાય છે. જીવનને કવનની એકરૂપતાએ વાણી,વર્તન,વ્યવહારમાં પણ સામ્યતા જોવા મળે છે.

એમની સરળતા,સહ જતા સર્જનાત્મકતા અને શૈક્ષણિક પ્રતિભાનો લાભ શાળા પાઠ્યપુસ્તકોના લેખન-પરામર્શનથી લઇ અસંખ્ય શૈક્ષણિક કાર્યક્રમો-પ્રશિક્ષણ-સંશોધનોને રાજ્યમાં તેમજ અન્ય રાજ્યોને પણ મળ્યો છે. એકાધિક એવોડૅથી સન્માનિત શ્રી રાઘવજી માધડનું  રેડિયો નાટક, ટેલિવિઝન શ્રેણીઓ તથા ગુજરાતી ફિલ્મોની કથા-પટકથા-સંવાદ લેખનમાં પણ કામ રહ્યું છે.

Books
Gallery
Prose [WRITINGS]

જનેતાના ધાવણની લાજ રાખી...

જનેતાના ધાવણની લાજ રાખી...

raghavji madhad folk story mother son

 

બાબરીયાવાડના ભચાદર ગામને ચારેબાજુથી ભરડો લઇ સરકારી,દરબારી અને સુલતાની એમ ત્રણ થરી ગિસત ઘેરો ઘાલીને ઊભી છે. ગઢનાં કોઠે બહારવટીઓ દેહવાળો અને સાથી ટોળકી સંતાણી છે. રાત પણ ઓછી ઉતરવા માંગતી ન હોય તેમ અંધકારનો ઘેરો ઘાલીને ઊભી છે. હાથ પડ્યો હાથ સૂઝે એમ નથી. માત્ર બંધુકોની ધણધણાટી અને તેમાંથી ઝરતાં તણખા સિવાય સઘળું કાળુંધબ છે.

અમરેલીતાબેના વરસડા ગામનાં દરબાર દેહવાળાની ટોળકી ચારેબાજુથી ઘેરાઈ ગઈ છે. હવે બચવાનો કોઈ આરો-ઓવારો રહ્યો નથી. તેથી મરણિયો જંગ ખેલી રહ્યાં છે.

દેશી બંધુકને વારંવાર ભરવાથી તેનાં નાળચા એવા તો ધગી ગયા છે કે, જતાં તેમાં દારૂ ધરાબવા જાય ત્યાં જ ભડકો થઇ જાય છે. દારૂ ભરનાર કોળી જુવાન મરદનું ફાડીયુંને માથે બે બાચકા. તેનાં હાથ દાઝવા છતાં ઉંહકારો કર્યા સિવાય બંધુકો ભર્યે જાય છે. આમ ને આમ બેય હાથ કોણી લાગી દાઝી ગયા. માંસનાં લોચા નીકળવા લાગ્યાં છતાંય છેલ્લીઘડી લગી તે અટક્યો નહિ અને ધીંગાણા માટે આમ કામ કરતો રહ્યો.

આમ તો રામ વરુ અને ઉનડ જાદવ વચ્ચે હેતપ્રીત બહુ, એકબીજાને ઠઠ્ઠા-મશ્કરી કરવાનો વહેવાર. તેથી કસુંબો અને વાતોના રંગમાં ઠઠ્ઠા-મશ્કરી ક્યારે કરવાં લાગ્યાં તેનો કોઈને ખ્યાલ રહ્યો નહિ.

ત્રણ જાતની ગિસત, સામટા માણસો અને પૂરતો સરંજામ એટલે દેહાવાળાની કારી ફાવી નહિ અને તેઓ ધીંગાણામાં કામ આવી ગયા, મોતને ભેટ્યા.
સવાર થતાં જ ફોજના માણસો  દેહાવાળાના દેહને લેવા માટે આવ્યા. જોયું તો એક લવરમૂછીયો જુવાન મોતની મીઠડી નીંદરમાં પોઢી ગયો હતો પણ તેનાં બંને હાથ કોણી સુધી સળગી ગયા હતાં. જોનારા સૌ દંગ થઇ ગયા. તેની ભાળ મેળવી તો ખબર પડી કે,કોઈ કોઇ કોળીનો જણ છે !

પહેલી આવૃત્તિ

મુંબઈના કોઈ એક સાક્ષરે એવો નિ:શ્વાસ નાખેલો કે 'કાઠિયાવાડ-ગુજરાતની ભૂમિમાં પ્રેરણા સ્ફૂરે એવું કશું રહ્યું નથી એટલે આપણે એ પ્રેરણાની શોધમાં કાશ્મીરમાં જવું પડે છે?'

એવું આકરું મેણું પામેલા કાઠિયાવાડની - આ સૌરાષ્ટ્રની - પૂરી તો નહિ, પણ બની તેટલી પિછાન આપવાનો 'રસધાર'નો અભિલાષ છે.

સૌરાષ્ટ્રના મર્મભાવો આજે કાંઈ પહેલવહેલા પ્રકાશમાં આવે છે એવું નથી. દસદસ વરસ થયાં, કે કદાચ તેથી ય વધુ સમયથી, 'ગુજરાતી' પત્રના અંકોમાં સૌરાષ્ટ્રની પ્રાચીન કવિતાનો ઝરો ચાલુ જ રહ્યો છે. એનાં બિન્દુઓ ચાખ્યા પછી જ ઘણેભાગે એ રસ-માધુરીનો વધુ સ્વાદ બીજાઓને લાગ્યો હતો.

ત્યાર પછી 'કાઠિયાવાડી જવાહિર'ના પ્રયોજક સદ્ગત ખીમજી વસનજીએ પણ એ પ્રવાહની અંદર પોતાની નાની-શી નીક મિલાવી હતી. પણ નવા સાહિત્યના પ્રચંડ વેગમાં તે વખતે આપણો લોકસમુદાય તણાતો હતો. પ્રાચીનતા પ્રત્યે અતિશય અણગમો વ્યાપેલો હતો. પુનરુત્થાનનો યુગ હજુ નહોતો બેઠો.

ત્યાર પછી શ્રી કહાનજી ધર્મસિંહે 'કાઠિયાવાડી સાહિત્ય' નામના કાઠિયાવાડી દુહાઓના બે સંગ્રહો વાટે એ વહેણને જોશ દીધું. કમભાગ્યે એ સુંદર સંગ્રહની અંદર અર્થો સમજાવવનું રહી ગયું છે.

ત્યાર પછી શ્રી હરગોવિંદ પ્રેમશંકરે 'કાઠિયાવાડની જૂની વાર્તાઓ' પ્રગટ કરી. 'ગુજરાતી'માં પ્રસિદ્ધ થયેલી થોડીક વાર્તાઓ ઉપરાંત પોતાની પાસેનો ઘણો સંગ્રહ તેમણે ગુજરાતી આલમને ધરી પોતાના અનેક વર્ષોના સાહિત્ય-પરિશ્રમને સફળ કર્યો.

વાહ બાપુ, તમારી દિલાવરી..!

નવોઢા જેવી સાંજ ધીમા ડગલાં ભરતી હતી. આભમાં સોનેરી દીવડાં ઝળહળવા લાગ્યાં હતાં. આવા સમયે સનાળી ગામના પાદરમાંથી એક ઘોડાગાડી પસાર થઇ રહી હતી. તે ઊભી રહી. ‘કયું ગામ આવ્યું?’ અંદરથી એક રૂઆબદાર અવાજ આવ્યો.       

‘બાપુ, કવિરાજ ગગુભાનું સનાળી ગામ છે !’

‘તો પછી ગગુભાને સમાચાર આપો, નહિતર તેમનો ઠપકો સંભાળવો પડશે- ઘેર આવ્યા વગર નીકળી ગયા !?’

હાલ અમરેલી જિલ્લાના બગસરા પાસેનું હડાળા આમ તો સાવ ખોબા જેવડું રજવાડું, પણ તેની સુગંધ ચોમેર પ્રસરેલી. સત, ધરમ અને સાહિત્યની વાતો વડલો. તેમાં લીલા શાખના ચારણ કવિ ગગુભા તેમજ મોંઘેરા મહેમાન કવિ કલાપી અને દરબાર વાજસુર વાળા સાથે ડાયરો જામે.

ગગુભા ક્યારેક આગ્રહ કરીને કહે, ‘બાપુ, અમારે ત્યાં તો કો’ક દી’ મે’માન થાવ! અમારી ઝૂંપડી પાવન કરો!’

આમ વખતોવખત ચાલે પણ આજે મોકો મળી ગયો. દરબાર રામવાળા પોતાના ગામના પાદરે પધાર્યા છે...વાત સાંભળતા તો ગગુભાએ ઉઘાડાપગે દોટ દીધી. અને ‘પધારો, પધારો મારા અન્નદાતા ...આજે ચકલીના માળે ગરુડ પધાર્યાં!’

દરબાર હસવા લાગ્યા.

‘આપ પધાર્યા અને અમારે જાણે સોનાનો સૂરજ ઉગ્યો!’ગગુભાના આવકારમાં નરી લાગણી નીતરવા લાગી.

‘કવિરાજ !’ દરબારે કહ્યું : ‘આપના આવકારને સમજુ છું પણ મોડું થયું છે એટલે રોકાવાય એમ નથી. પણ અહીંથી નીકળ્યો એટલે થયું કે ગગુભાને મળતો જાઉં!’

‘મને ગરીબને આમ યાદ કર્યો, ધન્યભાગ અમારા..’ ગગુભા હર્ષાવેશમાં આવીને કહે: ‘પણ રાતની રેણ રોકતા જાવ..’

‘આપનો આવો આગ્રહ છે તો, ચા-પાણી પીવડાવી દ્યો બસ...’

ગગુભાએ મન મનાવી લીધું. એકબીજાના ખબરઅંતર પૂછ્યા, ચા-પાણી પીધાં. પછી સાવ ધીમેકથી દરબારે ગગુભાને પૂછ્યું :‘ઓણ સાલ દાણો-પાણીનું કેમ છે!?’

‘ઠીક છે...’ ગગુભાએ સાવ નબળો જવાબ આપ્યો.

થોડી વાતો થયા પછી દરબારે ગગુભાના ઘેરથી રજા લીધી. પણ એક બાબત તેમના મનમાં ઘર કરીને બેસી ગઈ હતી. થયું કે, એવું તો નહિ હોય ને!

Awards