About
Picture

Gulabray Jobanputra (ગુલાબરાય જોબનપુત્રા)

Name:
Gulabray Jobanputra (ગુલાબરાય જોબનપુત્રા)
Email:
sahityasetu.com@gmail.com
Pen Name:
Kavi
Address:
VISAMO, Geeta Park, Chakkar Road, Same Kanthe, MORBI 363642
Morvi, Gujarat, India
Contact No:
9879163339
Birth Date:
07-11-1942
Education:
M.A., B.Ed., Sahitya Ratna, Sevak,
I am:
Writers,Poets

Picture

ગુલાબરાય જોબનપુત્રા

શ્રી ગુલાબરાય જોબનપુત્રાની લેખનીના પ્રભાવથી ભાગ્યે જ કોઈ સાહિત્યરસિક અજાણ હશે. શરૂઆતમાં તેઓ ટૂંકી વાર્તાઓ લખતા. લગભગ સંપાદકશ્રીઓનુ વલણ સહાનુભૂતિ ભર્યું રહેતું હોવાથી લખવાનો ઉત્સાહ વધતો ગયો. એમના અમુક પ્રબુદ્ધ સર્જક મિત્રોમાં એમણે લેખકનું હીર પારખવાની દ્રષ્ટિ, લેખકની પીઠ થાબડવાની ઉદારતા અને આત્મીયભાવથી છલકાતું હૈયું જોયું છે, જેને આગળ આવવાનું પ્રોત્સાહન પૂરું પડ્યું છે.

ગુલાબરાય જોબનપુત્રા એક નિષ્ઠાવાન આચાર્ય તરીકે કારકિર્દી સંપન્ન કરી નિબંધકાર, વાર્તાકાર તથા લેખકના રૂપમાં સાહિત્યની અવિરત સેવાઓ કરી રહ્યા છે. સને 2002માં નિવૃત્ત થઈ પોતાનું સમગ્ર ધ્યાન સાહિત્ય પર કેન્દ્રિત કર્યું છે.

અનેક શૈક્ષણિક લખાણો દ્વારા તેમણે પોતાની કલમ તેજવંતી બનાવી છે, તો બીજી તરફ ફૂલમાલા (વાર્તાસંગ્રહ), ‘નમામિ દેવી નર્મદે’ (પરિચય પુસ્તિકા), સ્વસ્તિ અને સાકરનો પડો (બાળકિશોર વાર્તાઓ) જેવી કૃતિઓ અને છૂટક લખાણો દ્વારા એક બળકટ કલમના સ્વામી હોવાની પ્રતીતિ કરાવી છે. જીવનના સાત દાયકા પૂરા થયા છે છતાં આ નમ્ર વ્યક્તિ એક યુવાન જેવો થનગનાટ ધરાવે છે. એમના વ્યક્તિત્વનું એ નોંધપાત્ર પાસું છે.

Picture

અભ્યાસ અને વિશેષ યોગ્યતાઓ :

અત્યાર સુધીમાં તેમના કુલ ૧૧ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યા છે. એમણે એમ.એ., (અંગ્રેજી) અલીગઢ યુનિ., બી.એડ. (અંગ્રેજી, હિન્દી) ભોપાલ યુનિ., હિન્દી સેવક, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, સિનિયર એચ.એસ.એસ.. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત જેવી ડિગ્રીઓ હાંસલ કરેલી છે. તેઓ નિવૃત્ત આચાર્ય છે અને અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. તેઓ ઇન્ટરનેશનલ અસોશિએશન ઓફ એજ્યુકેટર્સ ફોર વર્લ્ડ પીસના સદસ્ય છે.

શ્રેષ્ઠ આચાર્યનો ઍવોર્ડ, મહેસાણા જિલ્લા મધ્યસ્થ શિક્ષણ સમિતિ; જેમને મળેલો છે એવા શ્રી ગુલાબરાય જોબનપુત્રાનું ૧૨મું તેમજ ૧૩મું પુસ્તક ટૂંક સમયમાં જ પ્રકાશિત થવાનું છે. અનેક સામયિકોમાં એમના લેખો અને નવલિકાઓ અવારનવાર પ્રગટ થયા કરે છે. અનેક દૈનિકો, સામયિકોમાં એમની કૉલમ ચાલુ છે. અનેક ડિરેકટરીઓમાં એમનો પરિચય પ્રકાશિત થયેલા છે. શિક્ષણ, સાહિત્ય ઉપરાંત સંસ્કૃતિ અને નૃવંશશાસ્ત્ર પણ એમના શોખના વિષયો છે.

Picture

સાહિત્યક્ષેત્રે પદાર્પણ

'સેકન્ડરી સ્કૂલ બુલેટિન પ્લસ' અમદાવાદનાં તંત્રી કહે છે કે, "શ્રી ગુલાબભાઈએ ચારેક દાયકા પહેલા 'ફૂલમલા' વાર્તાસંગ્રહ સાથે સાહિત્યક્ષેત્રે પદાર્પણ કર્યું, કલમનો સારો આવકાર મળ્યો અને લેખકશ્રી તરફથી વિભિન્ન વિષયો ઉપર કૃતિઓ નિશ્રુત થતી રહી. દરમિયાન તેઓશ્રી શિક્ષનના વહીવટ અને કાનૂન ક્ષેત્રમાં પ્રવેશ્યા. આજે આ ક્ષેત્રે તેમની કલામ શ્રદ્ધેય અને સન્માનિય છે. નિવૃત્તિ પછી તેઓએ બાળવાર્તા ક્ષેત્રે કલમ અજમાવી. જુદા-જુદા સામયિકોમાં પ્રસિદ્ધ થયેલી તેઓની બાળવાર્તાઓનો સંપુટ બનાવી પુસ્તકરૂપે પ્રકાશિત કર્યા. એમની કલમ નરવી છે અને વધુ ચડિયાતી વાર્તાઓની અપેક્ષા જન્માવી જાય છે.

Picture

એમની વાર્તાઓ ખરેખર મજેદાર છે.

શ્રી ગુલાબરાય જોબનપુત્રાની સઘળી કૃતિઓ ચાહે એ બાળવાર્તાઓ હોય, નવલિકા હોય, લેખ હોય કે અન્ય કોઈ સાહિત્ય સ્વરૂપમાં લખાયેલી હોય. એમાં જ્ઞાન, બોધ અને આનંદ ઉપરાંત એકલયતા કૂટી-કૂટીને ભરેલી તાદ્યશ દેખાઈ આવે છે. એમની બાળવાર્તાઓ કે બોધદાયક દ્રષ્ટાંતકથાઓના અંત ભાગમાં સચોટ હૃદયસ્પર્શી બોધવાક્ય આવે છે, જે બાળ કિશોર માનસને સુપેરે રીજવી શકવા સક્ષમ છે. એમની વાર્તાઓ ખરેખર મજેદાર છે.

Picture

સમગ્ર ધ્યાન સાહિત્ય ઉપર.......

જાણીતા નવલકથાકાર અને બાળ સાહિત્યકાર શ્રી અવિનાશ પરીખ જણાવે છે કે, ગુલાબરાય જોબનપુત્રા એક નિષ્ઠાવાન આચાર્ય તરીકે કારકિર્દી સંપન્ન કરી લેખનના રૂપમાં સાહિત્યની અવિરત સેવા કરી રહ્યા છે. સને 2002માં નિવૃત્ત થઈ પોતાનું સમગ્ર ધ્યાન સાહિત્ય ઉપર કેન્દ્રિત કર્યું છે. શૈક્ષણિક લાખનો દ્વારા તેમણે પોતાની કલમ તેજવાનતી બનાવી છે, તો બીજી તરફ, સાહિત્યિક અને બાળ કિશોર વાર્તાઓ, કૃતિઓ અને છૂટક લખાણો દ્વારા એક બળકટ કલમના સ્વામિ હોવાની પ્રતીતિ કરાવી છે.

જીવનના ચાર દાયકા પૂરા થવા આવ્યા હોવા છતાં પણ આ નમ્ર સરળચિત્ત, ઉતત્સાહી અને ખંતીલા વ્યક્તિ એક નવયુવાનસામો થનગનાટ ધરાવે છે. એમના વ્યક્તિત્વનું  આ પાસું ખરેખર નોધનીય ગણાશે.

("મળવા જેવા માણસ" લે. વંદિતા રાજ્યગુરુ દવે પુસ્તકમાંથી)

Books
Prose [WRITINGS]

જલસુંદરી

                                                  જલસુંદરી

સાગર રાણાના નીલરંગી જળ પર દ્રસ્ટી પડતાં જ્યાં પેલી ક્ષિતીજ મળતી લાગે છે, ત્યાં એકવાર એક જલસુંદરી રહેતી હતી. એનું જીવન સુખી હતું. હર્યું ભર્યું હતું, સમુદ્ધ્ર હતું પણ બિચારી તદ્દન એકલાયાવી હતી.

એકપણાનું દર્દ એને બહુ સાલતું, એની વેદના એને ડંખતી, નિરાશા હૈયા કોરી ખાતી ને એ શોકમગ્ન થઈ કરૂણ ગીતો ગાયે રાખતી.

સાગર રાણો એને ખુશ કરવા મથતો. એના ગીતોને પોતાના જલતરંગો પર રમતાં મૂકી દેતો, ગીતો તરંગો સાથે તરતાં તરતા કાંઠે પહોચી જાતતા પણ હાય રે ! એ કાંઠેય એના ગીતને પામનાર, એના દર્દને પિછાણનાર કોઈ ન હોતું !

કાંઠે હતી એકલતા, નિર્જનતા, શૂન્યતા. કોઈ કોઈ વાર જલપપ્રાણીઓ ડોકાઈ જાતતા કે કોઈ સાગર પંખી ફકળી જાતતા, બાકી બંધુય હતું ! જીવન ? અરે ભાલલા ! એ તો કોણ જાણે કેટલું દૂર હસે !

પણ સાચું કહું ? એના આ ગીત પેલી સંધ્યા, પેલા તારલા ને પેલી ઉષા ઘણી વાર સાંભળી રહેતા. પેલી સંધ્યાને થતું, ‘જલસુંદરીના હૈયાના અગોચર ખૂણે નક્કી પ્રણયની ઉત્કટ તતમન્ના જાગી લાગે છે !’ બિચારી, સંધ્યા એના પ્રણયદર્દને અનુભવી વિચલિત થઈ જતી. એના ગીતમાથી કોઈવાર કરુણાછઈ સૌંદર્યોલ્લાસની લહેરો ઉઠતી, ત્યારે પેલા તારલાઓને થતું, જલસુંદરીના રોમ રોમ યૌવનનો ઉન્મેષ જાગ્યો લાગે છે!’ પેલી ઉષાને તો થતું જ , “જલસુંદરીના અંગેઅંગમાં સૌંદર્ય પ્રકટી ચૂક્યું છે !’

રે ! પ્રણય, રે ! સ્પૂનદારી ! રે યૌવન ! એના આટલા દહાડા તો કોણ જાણે કેમ વીતી ગ્યાં પણ હવે તો ઘડીય ન હોતી જતી ! એને દૂર સુદૂર ચાલ્યા જવાની ઝંખના જાગી, કોઇની સાથે વાતો કરવાની તમન્ના જાગી હતી કોઈ સાથે સ્મિત કરી લેવાની લાલસા જાગી હતી ! પણ બિચારી પોતાની આ તડપણ, પોતાની આ તમન્ના, પોતાની આ લાલસા કોને કહે?

અને એકવાર એને પોતાની ઝંખનાનું ગીત ગાયું, હૈયું ઘૂંટી ઘૂંટીને ગાયું ને બહાર પેલો વાયુ, ગર્જન કરતાં જલ, પેલી સંધ્યા, ઉષા ને તારલા બધા જ થંભી ગયા ! એના હૈયા ઉદ્દવેલિત થઈ ઉઠ્યા, કરુનના પ્લાવિત થઈ ઉઠ્યા ને ગીત પૂરું થતાં જ જલસુંદરીને કાને અવાજો આવ્યા-

“ઘેલી સુંદરી, માત્ર ગીતો ગાવામાં જ કઈ જીવનની પૂર્ણતા નથી, માત્ર ગીતો ગાવામાં જ પ્રણયની ઝંખના સંતોષી નથી. એ ગીતને ઝંખના સંતોષાતી નથી. એ ગીતને ઓળખનાર, એના મર્મને જાણનારાને ચાલ, શોધી કાઢ ! આ સાગર રાણાને કોઠેતારુંદૈવ તારી પ્રતિક્ષમાં છે !”

જલસુંદરી અવાજો સાંભળી રહી. એ અવાજોમાં સહાનુભૂતિ હતી, કરુણા હતી, મમતા હતી, પ્રેરણા હતી, એ એનાથી અજાણ્યું ન રહ્યું ! ઘડીભર તો વિહવલ થઈ ગઈને તપ તપ આંસુ સરી પડ્યા.

એ અવાજ ધીરે ધીરે શમી ગયા પણ એના પડઘા જલસુંદરીના કાનમાં ગુંજયા કર્યા. એ રાત આંખી એને ઊંઘ ન આ આવી, હૈયું ધડક્યા કર્યું, સાગર કાંઠે પહોચી જવાની તમન્ના જાગી, વિરામ અને પુનઃ જાગી !

એ વહેલી ઉઠી કે ઉષા સ્મિત કરતી કરતી એને જાણે આવકારવા લાગી, પેલો વાયુ હાથ લંબાવી આહવાનવા લાગ્યો ને ગર્જન કરતાં સાગરજલ એને કાંઠે પહોચડવા અધીરા થઈ ઉઠ્યા !

જલસુંદરી ઘડીભરતો આ બધુ જોઈ રહી. પેલા અવાજો પુનઃ પડઘાવા માંડ્યા ને દોડી, સાગર કાંઠે પહોચી જવા જોરથી એક સેલારો માર્યો !’

કાઠે પહોચી કે એના આનંદનો કોઈ વાર પાર ન રહ્યો. મૃદ્દુલ મૃદ્દુલ રેતીમાં પગલી પડી કે એ ખિલખિલાટ હસી પાર ન રહ્યો. એક વિશાળ ખડક ચડી ગઈ ને પોતાના આવાસ તરફ નજર કરી ને એ ઉલ્લાસથી ચીટકારી ઉઠી, “બાપરે ! એ તો કળાતું જ નથી !’ અને તે નીચે ઊતરી. દોડી, રેટપટમાં બેસી ગઈ. આહ ! ઉષ્માભરી રેણુ ! અને વહાલથી એ રેતી ઉપર હાથ ફેરવવા લાગી. મનમાં થતું ! ‘કોઈના માથા ઉપર વહાલ ભર્યા હાથ ફેરવી શકાય એવું કોઈ મારૂ હોય તો !’

 અને તે વિચારોમાં લીન થઈ ગઈ.

એ રસસમાધિ માઠી જાગી કે એના ગાલ ઉપર સુરખી આવી ગઈ, હોઠોમાં સ્મિત ફરકી ગયું ને થંગનતી ઊભી થઈ. ઊભી થતાં જ એની નજર સાગર રાણામાં હૃદય વૈભવ : શંખલા, કોડોને છીપલા ઉપર પડી. ‘અહા ! અદભૂત !’

એમ કરતાં દોડી ને માંડી વીણવા. અંગે અંગે આનંદનો હિલોર આવ્યો ને કંઠમાથી ગીત ફટયું. બ,ગીત જાય અને વીણતી જાય !

સંધ્યા ખીલી ચૂકી હતી. જલસુંદરીનું ગાન સાંભળીને હસી પડી. સર્જન કરતાં જળ પણ હસ્યાં ને એક વધુ ઘુઘવાટ કર્યો. શીતળ ભર્યો વાયુ જોર થી ફૂંકાયો ને જલસુંદરીની અલકલતોને રમાડતો ગયો !

જલસુંદરી આજ આત્મમ્મ્સ્ત હતી, આત્મા ગૌરવથી ઝૂમતી હતી. સાગર રાણાનો કાથો એને કડી ણ હોતો- આજ જોયો ! સાગર રાણાની સોનેરી રેતનો એને કડી સ્પર્શ થયો ન હોતો – આજ થયો ! સાગર રાણાનો હૃદય વૈભવ એને કડી ભાળ્યા ન હોતો – આજ ભાળ્યો ! ને એ ભાવ તરંગો માં તરવા લાગી.

શંખલા, છીપલા ને રંગેબેરંગી કોડા વિણતી વિણતી એ દૂર દૂર નીકળી ગઈ, આંખોથી અદીઠ નીકળી ગઈ ને અચાનક ચમકી ! એનું ગીત થંભી ગયું આનંદનો હિલોળો ઉતરી ગયો, હૃદર ધડક ધડક થઈ ઉઠ્યું ને તે આશ્ચર્યથી જોઈ રહી. સાગાર રાણાની અફાટ રેતીમાં કઈક નિરાળું, નિશ્ચલ હતું ! એના મોમાથી શબ્દો સરી પડ્યા, અરેરે ! વિચારો ! ‘

અને તે દોડતી એની પાસે પહોચી ગઈ !

કેવો રૂપભર્યો, કેવો પૌરુષભર્યો, કેવો મોહક દેહ ! જલસુંદરી આંખોમાં કરુનના છલકાઈ. આમ આમ શ માટે થાઉં રહ્યું હતું એની તેને ખબર ના હોતી. એ તેની પાસે બેસી ગઈ. એના દેહ પર પ્યાર ભર્યો હાથ ફેરવ્યો, મૂરઝાયેલા ગાલ પર એક ભીનું ભીનું ચુંબન છોડી દીધું ને દર્દને હળવું કરતી અધીર બેસી ગઈ.

શંખલા, કોડાને છીપલા હવે ભુલાઈ ગયા, કનકરેણુનો આનંદ ઓસરી ગયો. પ્રાણનું ગાન વિલાઈ ગયું એને એક આ યુવાનની તાલાવેલી જાગી !

કુદરત પણ છે ને ! કોઈ પૂછીને પ્રેમ કરતું નથી ! બસ, અકારણ, અવિચાર, બેફામ,બેહિસાબી એની ઉત્પતિ ! અને એટ્લે જ સૌંદર્ય, એટ્લે જ રસ અને એટ્લે આ જીવન !

આખી રાત શીળો શીળો પવન ફૂંકાઈ ને પેલો યુવાન કઈક શુદ્ધિ વળી. અંગે અંગમાઠી કઈક થાક ઉતાર્યો, જરા ચેતના પ્રસરી કે વહેલે પરોઢીયે એને આંખ ઉઘાડી !

આંખ ઊઘડતા જ કોઈ પરમસુંદરી ને પોતાની બાજુમાં બેથિલી જોઈ  ! ને એને ‘આહ !’ કરતાં એ સુંદરીના ખોળામાં માથું નાખી દીધું !

જલસુંદરી એના ગુચિયાવાળ રામદ્વા લાગી,આવી ને હોઠોમાં મધુર મધુર સ્મિત છવાઈ ગયું ! પેલી ઉષાપ્રકટી રહી હતી, એ આ જોઈને ખુશખુશ થઈ ગઈ ! તેઓએ જલસુંદરીને આપેલી પ્રેરણા અનાયાસ જ સાર્થક થતી જાની, એના આનંદનો કોઈ પાર ન રહ્યો !

જલસુંદરીના ખોળામાં પડ્યા પડ્યા જ પેલા યુવાનો પુનઃ આંખ ખોલી કે જલસુંદરી એના મો ઉપર ઝ્ળુંબી ઉષ્મા ભર્યું લાખ લાખ ચુંબન છોડી દીધા ને પછી એ યુવનને લઈ પોતાના આવાસ ભણી ઉપાડી

પેલો વાયુ, પેલા જળતરગો ને સ્વ્યમ સાગર રાણાને પણ આથી ખૂબ ખુભ આનંદ થયો. એને આનંદભર્યો એક ઘોષ કર્યો કર્યો ને ઉછાળતા મોજાઓથી જલસુંદરીને અભિનંદી !

જલસુંદરી સાથે એ યુવાનને ખૂબ ગોઠી ગયું. એના ડીવાય લય ને સાંભળી રહેતો, એના ફૂલ જેવો ચહેરા સામે મુગ્ધ ભાવે જોઈ રહેતો ને તેના આત્માનીય મધુરપથી  તો ઘેલો થઈ જતો !     

 જલસુંદરી પણ એયુવાનમાં ઓતપ્રોત થઈ ગઈ હતી. એને પગલે પગલે એ ભમતી, એને વેલે દિવ્યલય વહેતા મમુકતી ને હરક્ષણે સ્મિતના ફૂલડાં વેરતી. હવે ઘડી ભારનો પણ વિયોગ જલસુંદરીને વસમો હતો.

યુવાનને અહી ગમતું.

અહી હરઘડી આનંદ હતો, પ્રતિક્ષણ સૌંદર્યની અનુભૂતિ હતી, પ્રણયનો લહાવો હતો. અહી નહોતો કરવો પડતો એને પરિશ્રમ, નહોતી સેવવી પડતી  કાલની ચિંતા, અહી પોતાને નહોતી કનડતી કોઇની અદેખાઈ, કોઇની ઈર્ષ્યા કે કોઈ નું વેર !

હા, અહી આત્માનું દુઃખ કોઈ કોઈ વાર પીડતું પણ એતો જલસુંદરી ભુલાવી દેતી. ટાણે ટાણે એ પોતાની સૃસ્તીની શ્વેત પુષ્પ-કળીઓથી તે યુવાનનો ખોબો ભરી દેતી. યુવાન તે આરોગતો તે આત્માનું દુઃખ વિસારે પડતું, કારુણ્ય વિલીન થઈ જતું,ને મલીન વિચારો અદ્રશ્ય થઈ જતાં ! સુખ વિસ્તારતું, એ જેટલું વિસ્તરતું એટલો તે આનંદ વિભોર થઈ ને માથું ધુનાવી કહેતો, ‘ના, હું નહિ જઉં ! હું અહીથી નહિ જઉં !’

અને જલસુંદરી પ્યારથી એની આંખોમાં આંખો પરોવી દેતી ને પછી વાળભર્યું એક ચુંબન છોડી દેતી !

આમ તેઓનું જીવન વીતવા માંડ્યુ .

પણ...............

એક દિવસ સમુદ્રમાં ખળભળાટ થયો, સમુન્દ્રના નીર ઉછળી ઉછળી ને આસમાને આદયા, જલસુંદરી ચમકી ગઈ ને પેલો યુવાન સફાળો બેઠો થઈ ગયો ! એના મો માઠી શબ્દો સારી પડ્યા, “બોમ્બ!”

જલસુંદરી એની સામે ફાટી આંખે જોઈ રહી, ‘બોમ્બ ? એટ્લે શું ? ‘ પેલા યુવાનના મોમાથી સ્વતઃશબ્દો સારી પડ્યા,;’લડાઈ’

જલસુંદરી અધિરતાથી પૂછી બેઠી ‘લડાઈ ?’ લડાઈ એટ્લે શું ?’

પેલા યુવાનને પોતાની ધરતી યાદ આવી ગઈ, પોતાનો પપૂર્વાશ્રમ યાદ આવી ગયો, પોતાનું રાષ્ટ્ર યાદાવી ગયું, પોતાનો ધર્મ યાદ આવી ગયો, પોતે સૈનિક હતો એનું સ્મરણ થઈ ગયું , પોતે આમ લડાઈ માં જ ફેકઈ ગયો હતો ને અહી આવી ચડ્યો હતો, એ વાત તાજી થઈ ગઇ. એના રક્તનો ગુણ જાગ્યો, નસેનનસમાં ઉષ્ણ રક્ત સંચારવા માંડ્યુ, યુદ્ધ ધર્મનો એક ચમકારો થયો ને એનાથી બોલી જવાયું, ‘હવે મારાથી અહી મહી રેહવાય !’

જલસુંદરી તો આભી બની ગઈ, એનું મો ઉતરી ગયું, આંખો માં વિષાદ છાઇ ગયો ને તે પુકારી ઊઠી , ‘ના, ના, ના, !’

યુવાન જોઈ રાહુઓ શૂન્ય ભાવે !

જલસુંદરીની આંખોમાઠી દડ.....દડ......દડ...... આંસુ પાડવા માડ્યા

આ લડાઈ શું છે ? માનવે માનવ ઉપર વિજય મેળવ્યો પણ સંતોષ ન થયો,

ધરતી ઉપર વિજય મેળવ્યો પણ સંતોષ ન થયો ! અસંતોષનો અગ્નિ માનવહૃદયમાં ભડ ભડ ભડ સળજ્ઞા જ કરે છે ને સૃષ્ટિ આખી સળગાવ્યે રાખે છે ! એ ક્યારે મીટશે ? રાષ્ટ્રવાદના સંકુચિત વાદા ક્યારે તૂટશે ? આપણો અહમ ક્યારે ઓગળશે ?

પેલા યુવાને છાતી તાણી, ટટ્ટાર થયો, આંખોમાં લાલાશ તરવરી રહી, ઝૂનૂન એના ઉપર સવાર થઈ ગયું. વેરતી લાખો જ્વાલાઓ પ્રજ્વલિ ઊઠી. જલસુંદરીના આંસુ એ ઠારી ન શક્યા ને એક વહેલે પરોઢિયે જેવી જલસુંદરી જાગી કે પેલો યુવાન નહોતો!

જલસુંદરી આક્રંદ કરી ઊઠી, આંખોમાઠી ચોધાર આંસુ વહેવા માંડ્યા, સપાટો મારતી જલસપાટી ઉપર આવીને બૂમો પાડી પાડી યુવાનને બોલાવવા માંડી ! બિચારી !

એ છાતી રુદન કરી ઊઠી. વાયુ થંભી ગયો, સાગર રાણાના ગર્જન કરતાં જળ સ્થિર થઈ ગયા, ઉષાના તેજ હણાઈ ગયા ! જલસુંદરી રોટી રહી.......

જલસુંદરીનું દર્દ વિક્રમની સોળમી સદીમાં મીરાને કાંઠે પુનઃ પ્રકટ્યું-

“જો મે ઐસ જાણતી રે, પ્રીત કરો મત કોય !”

નાગર ઢીંધીરા ફેરતી રે, પ્રીત કરો મત્ત કોય !”

એ જલસુંદરીના આંસુ, એનું દર્દ એના નિસાસા, એની સંતપ્તા: એ બંધાય ને લીધે આજે આપણો પ્રેમ અભિશપ્ત છે. આપણાં પ્રેમમાં દગો હોય છે, સ્વાર્થ હોય છે, ભય હોય છે, ક્ષુલ્લ્ક્તા હોય છે !

આ આબિશપમાથી માનવ જાત ક્યારે ઉગરશે ?

ઉઘાડે પગે આવ્યો

                                  ઉઘાડે પગે આવ્યો 

એક ગામમાં એક ડોસો રહેતો હતો. એક ડોશી રહેતી હતી તેમને કોઈ સંતાન ન હતું. એકલ પડે હતા. નાનું મોટું વણાટકામ કરતાં અને ગુજરાન ચલાવતા.

દિવાળીનો તહેવાર આવતો હતો. ડોશીએ કહ્યું. “દિવાળીનો તહેવાર આવે છે ઘરમાં કઈ નથી શું કરશું ?” ડોસાએ એક કામળો હમણાં જ પૂરો કર્યો હતો. એટ્લે કહ્યું. “ડોસો કમળો લઈને બાજુના ગામમાં વેચવા નીકળ્યો. એ ગામ મોટું અને સુખી હતું” એટ્લે ખપત રહેતી.ડોસો આખોડી ગામમાં ફર્યો પણ કામળાનું કોઈ ગ્રાહક ન થયું. સાંજ પાડવા આવી કે તે પોતાને ગામ પાછો વળ્યો. ચાલતા ચાલતા એલ ત્રિભેટે પહોચ્યો. ત્રિભેટે એક મંદિર હતું મંદિરમાં ભગવાન રામ બિરાજયા હતા. મુર્તિ આદમ કદ હતી. ભગવાન રામ ભેગા સીતામૈયા અને લખનભૈયાતો હોયજ પણ અહી મંદિરની વિશેષતા ગણોતો વિશેષતા ભગવાન રામ એકલા બિરાજયા હતા. સાંજ ઢળી ગઈ હતી. આ વખતે હિમાલયની ગિરિમાળામાં બરફ વહેલો પડ્યો હતો. એટ્લે કે ઠંડી વધી ગઈ હતી. ડોસાને ટાઢ લગતી હતી અને થાક્યો પણ હતો, એટ્લે ભગવાન રામના દર્શન કરવા અને થોડો વિસામો ખાવા મંદિર દાખલ થયો. તેણે ભગવાન રામના દર્શન કર્યા અને તેની મુર્તિ સન્મુખ બેઠો સભા મંડપ ખ્લ્લો હતો ઠંડા પવનના સુસવાટા આપતા હતા. ડોસોને ટાઢનું લખલખું આવી જતું હતું તે મુર્તિ સામે એક ધ્યાન દઈને બેઠો હતો, અને તેણે થયું કે મને ટાઢ લાગે છે તો મારા વહાલાને ટાઢ નહિ લાગતી હોય કોઈએ જાણે તેણે દોર્યો હોય તેમણે ઊભો થયો અંદર ગયો. ભગવાન રામને કામળો લપેટી દીધો અને બોલ્યો “લે પ્રભુ, હવે તને ટાઢ નહિ લાગે” આ પછી થોડો વિસામો ખાઈને ને પોતાના ગામ ભણી ચાલી નીકળ્યો ને ઘરે પહોચ્યો. ડેલી સાંકળ ખખસાવી. ડોશી એ ડેલી ખોલી ડોસાના હાથમાં કામળો ન હતો. દોષીને થયું કે કમળો ખપી ગયો લાગે છે. હવે દિવાળી ભલે આવે.

ડોસો ઘરમાં દાખલ થયો. તે થાકી ગયો હતો, પણ તે સૂતો નહીં, ગોદડું ઓઢીને બેઠો. ડોશી પણ તેની પાસે બેઠી. પછી ડોસાએ જરાક નિરાશામાં કહ્યું “આજે કામલાનું કોઈ ગ્રાહક ન થયું” ડોશી એ પૂછ્યું “તો કમળો ક્યાં ?” ડોસાએ કર્યું “મે રામજીને ઓઢાડી દીધો “ ડોશીરે પૂછ્યું “ક્યાં ?” ત્રિભેટ. મંદિરે, મારો વહાલો થરતો હતો. “ડોશી તેની સામે જોઈ રહી. તે ગુસ્સે ન થઈ, તેનું હૈયું માર્દ્વ્ભર્યું હતું, શ્રદ્ધાળુ જીવી હતું, એટ્લે બોલી “તમે જે કર્યું ઠીક કર્યું” પછી તેણે કહ્યું “તેમ થકી ગયા હશો, લો ખટલો ઢાળું” ડોશી ખાટલો ઢાળવા ગઈ, એ ટાણે ડેલીએ હળવેથી ટકોરા પડ્યા.ડોસાને થયું  “અત્યારે કોણ હશે ?” ડોસાએ ડેલી ખોલી પણ ત્યાં કોઈ ન હતું. ડેલી આગળ એક કોથળી પડી હતી. ડોસાએ તે લીધી, ડેલી વાસી, અને અંદર આવ્યો. તેણે દોષીને કહ્યું, “ડેલીએ કોઈ ન હતું પણ આ કોથળી પડી હતી”,તેણે ડોશીને કોથળી દીધી અને કહ્યું “જો તો, માહ્ય શું છે?” ડોશીએ કોથળીનું મોઢું ખોલ્યું: માહ્ય સોના ચાંદીના સિક્કા દીઠા. દોષીને નવાઈનો પાર  ન રહ્યો. દોષને કૌતુક સમજાનું નહિ. આખો રાત બેને નીડર ન આવી. વહેલા ઊઠીને ડોસા એ ડેલી ખોલી તો, ડેલીની આગળ ધૂળમાં પગલાં દીઠા. એ વળી પાછા પણ વળ્યા હતા ! અને ડોસાને અંતરઆત્મા બોલી ઉઠ્યો ,” નક્કી આ પગલાં મારા રામના છે. મારો વહાલો કામળાના પૈસા દેવા ઉઘાડે પગે આવ્યો હતો !” તેની આંખમાં આસું આવી ગયા. ડોશીએ પણ જ્યારે વાત સાંભળી ત્યારે તેની આંખો પણ આંસુઓથી છલકાઈ ઊઠી !  

પછી તેઓએ રંગેચંગે દિવાળી ઉજવી.

જો તમે ભગવાનના છો, તો ભગવાન તમારો છે.

પાપ ના કરે તે પુણ્ય

પાપ ના કરે તે પુણ્ય :

સ્તવના ઘરે શિવા મહારાજ લોટ માંગવા. ડેલીમાં પગ મૂકતાં જ “દયા પ્રભુની” ! બળતા અને દાદીમા લોટ આપતા કોઈ વાર સુધી આપતા.

મકરસંક્રાતિને દિવસે શિવા મહારાજ “મકર સંક્રાતિ પુણ્ય પર્વણી” બોલતા; દાદીમા પૂછતાં, “મહારાજ, સંક્રાતિ શું ખાટી આવે છે ?” મહારાજ કહેતા, “માજી સંક્રાતિ તલ અને ગોળ ખાતી આવે છે.” દાદીમા શિવા મહારાજને સૂપડું ભરીને ઘઉં આપતા, નવું નકોર ધોતિયું આપતા, નવું નકોર ધોતિયું આપતા અને તલ અને ગોળનું દાન કરતાં.

સ્તવન આ બધુ જોઈ રહેતો. તેને મનમાં પ્રશ્ન થતો દાદીમાં, શિવા મહારાજને આ બધુય કેમ આપે છે ? એક વખત તેને દાદીમાને પૂછ્યું: “તમે શિવા મહારાજને લોટ, સીધું ઘઉં ધોતિયું એવું બધુય કેમ આપો છો ?”

દાદીમાએ કહ્યું, બેટા એને દાન કહેવાય. દાન આપીને તો પુણ્ય મળે. સ્તવનના મનમાં પુણ્યનો સ્પષ્ટ ખ્યાલ ન હતો. દાદીમાને પૂછ્યું, પુણ્ય એટ્લે શું? બિચારા દાદીમા બહુ ભણ્યા ન હતા, વળી પુણ્ય એટ્લે શું? એવું કડી વિચાર્યું પણ ન હતું ! તે સ્તવનને જવાબ આપી શક્યા નહીં. સ્તવનનો પ્રશ્ન અણઉકેલ રહ્યો. 

સ્ત્વનના દાદાજી અને દાદીમા જાત્રાએ ગયા. ગોકુળ, મથુરા, વૃંદાવન, બદરીનાઠ, કેદારનાથ, રામેશ્વર, દ્વારકા, વગેરે તીર્થો કરીને આવ્યા. લોકો કહેવા માડયા, “ જાત્રા જેવુ પુણ્ય નથી ભાઈ ! ભાગ્યમાં હોય તો જાત્રા હોય તો જાત્રાએ જવાય !” લોકોની આવી વાતો સાંભળીને સ્તવનને પેલો પ્રશ્ન પુણ્ય એટલે શું ? દાદાજીએ સ્તવનને જવાબ આપવાની કોશિશ કરી

-દાન કરીએ,

-સાધુસંતોને જમડિયાએ.

-ગાયોને નીરણ નીરીએ,

-પંખીઓને ચણ નાખીએ,

-પરબ બંધાવીએ.

તેનું નામ પુણ્ય.

 દાદાજી પુણ્યની લાંબી યાદી બોલી ગયા, પણ સ્તવનને એમાં પોતાના પ્રશ્નો સ્પષ્ટ જવાબ દેખાયો નથી. ‘ સ્તવનનો પ્રશ્ન ઊભો રહ્યો.

સ્તવનના દાદાજી ધર્મપરાયણ જીવ હતા. એમને આંગણે સાધુ સંતો આવી ચડતા, એકવાર સાંજના ટાણે એક મહાત્મા આવી ચડ્યા. દાદાજીએ મહાત્માને આવકાર આપ્યો, રાત્રે ભોજન કરાવ્યુ અને પછી કહ્યું:  મહારાજ અહિજ ઉતારો કરો, આ ટાણે ક્યાં જશો ? મહાત્મા રોકાઈ ગયા.

રાત્રે દાદાજીને ત્યાં પડોશીઓ ભેગા થઈ ગયા. અને મહાત્મા સામે ગોઠવાઈ ગયા. દાદાજીએ મહાત્મા અમને આપની વાણીનો લાભ આપો. જેથી અમે પાવન થઈએ. મહાત્માએ બંધાયની મરજી જોઈ અને પિપા ભગતની વાત માંડી. મહાત્માએ એમનું ચરિત્ર એવી ઢબે રજુ કર્યું કે બધા ભાવવિભોર થઈ ગયા. ! ચરિત્રનું સમાપન કરીને મહાત્માએ પિપા ભગતના જ્ઞાનને ગૂંથી લઈને શ્રોતાઓને ઉપદેશ આપ્યો :

 “પાપ ણ કિયો વો, પુણ્ય કિયો સહી !”

મહાત્માએ સમજવ્યું, પાપ ન કરો તે પુણ્ય જ છે. અને પછી કહ્યું. કદી પાપ ન કરશો.

સ્તવન આ બધા ભેગો બેઠો હતો, તેના માનમાં પાપનો કઇક ખ્યાલ હતો, તેને એક વખત મંકોડો કરડયો ; સ્તવને તેને મારી નાખ્યો. દાદીમાએ કહ્યું, હં ! હં ! પાપનો ખ્યાલ હતો અને તેથી પાપ નકરો તે પુણ્ય ન કરો તે પુણ્ય જ  છે, એ ઉપદેશમાં પોતાના પ્રશ્નોનો સચોટ જવાબ મળી ગયો.

આ પછી બધા વિખરાયા.

મહાત્મા સવારે ચાલ્યા ગયા, પણ સ્તવનને પુણ્યની અંતર્ભેદી વ્યાખ્યા મળી ગઇ.