About
Picture

Asha Virendra Shah [આશા વીરેન્દ્ર]

Name:
Asha Virendra Shah [આશા વીરેન્દ્ર]
Email:
avs_50@yahoo.com
Pen Name:
આશા વીરેન્દ્ર
Address:
બી-૪૦૧, ૪૦૨ દેવદર્શન, હાલાર, વલસાડ.
, ,
Contact No:
9428541137
Birth Date:
01-01-1970
Education:
બી. એસ. સી.
I am:
Writer,Poet,Columnist

Picture

સાહિત્યનો સંપર્ક

નાનપણથી પિતાજી દ્વારા સાહિત્ય પ્રિતી વારસામાં મળેલી. શાળામાં અભ્યાસ દરમિયાન અમૃતભાઇ દેસાઇએ ગુજરાતી ભાષા પ્રત્યે આદરની લાગણી જન્માવી અને મારાંમાં ધરબાયેલી પ્રતિભાને ઘાટ આપવાનું અમૂલ્ય કામ કર્યું. સાહિત્યમાં આટલી રુચિ હોવા છતાં આગળ અભ્યાસ માટે વિજ્ઞાનનું ક્ષેત્ર પસંદ કર્યું. આમ છતાં પણ વક્તૃત્વ કે ચર્ચાસભામાં ભાગ લેવો, નાટક કે કાવ્યપઠન કરવું એવી પ્રવૃત્તિઓ થકી સાહિત્યનો સંપર્ક ચાલુ રહ્યો.

Picture

અભિનયમાં ખૂબ જ રસ

ખાસ કરીને મને અભિનયમાં ખૂબ જ રસ. પરંતુ, આપણાં સામાજિક જીવનમાં નાટકોમાં ભાગ લેવો, અભિનય કરવો, એ બધુ લગ્ન પછી શક્ય ના લાગતાં સાહિત્યમાં વધુને વધુ ઊંડી ઉતરતી ગઈ. લગ્ન બાદ ૧૨-૧૫ વર્ષ પછી મૂંબઈમાં આવ્યા પછી વલસાડ આવવાનું થયું.

અહીં આવ્યા બાદ કવિશ્રી ઉશનસ સાહેબ, મૂર્ધન્ય કવિશ્રી મકરંદ દવે, કુંદનિકા કાપડિયા, હિમાંશી શેલત, વિનોદ મેઘાણી જેવી ઊંચા ગજાની વ્યક્તિઓ સાથે નજીકના સંપર્કમાં આવવાનું થયું, જેને કારણે મારી લેખન પ્રવૃત્તિને વેગ મળ્યો. સાંપ્રત સમયમાં બનતી ઘટનાઓ, સ્ત્રીઓ અને બાળકોને લગતી સમસ્યાઓ વગેરેને ધ્યાનમાં રાખી મેં લેખો લખવાની શરૂઆત કરી. હાસ્યલેખો પણ અવારનવાર લખતી.

Picture

"આશા શાહ"થી "આશા વીરેન્દ્ર"

સૌ પ્રથમ મારી સામગ્રી મુંબઈથી નીકળતા જન્મભૂમિ પ્રવાસીમાં છપાવવાની શરૂઆત થઈ તેથી મારો ઉત્સાહ ઘણો વધ્યો. એ વખતે હું "આશા શાહ" નામથી લખતી.

જન્મભૂમિ પ્રવાસીની પૂર્તિના સંપાદક તરુબેન ક્જારિયાએ મને "આશા વીરેન્દ્ર" નામથી લખવાનું સૂચન કર્યું ત્યારથી એ જ નામે લખું છુ.

Picture

"હરિશ્ચંદ્ર"

ચંદ્રકાંતાબેન અને હરવિલાસબેન બંને બહેનો કે જેમને વિનોબાજીએ "હરિશ્ચંદ્ર"નું સંયુક્ત નામ આપ્યું હતું, તેઓ વડોદરાથી નીકળતાં સર્વોદય વિચારધારાનાં મુખપત્ર 'ભૂમિપુત્ર'માં ૪૫ વર્ષોથી છેલ્લાં પાનાની વાર્તા લખતાં. બંનેનું અવસાન થતાં ૨૦૧૦થી એ કામ મને સોપાયું. છેલ્લાં લગભગ સાડાચાર વર્ષથી દર પંદર દિવસે એક વાર્તા અને દેશ દુનિયાની જુદી જુદી ભાષાઓ પર આધારિત હોય તેનું અનુસર્જન કરીને ગુજરાતીમાં લખું છું.

Picture

અભિનયની આંગળીએ આજે પણ.....

હજી આજે પણ અભિનયની આંગળી સાવ છોડી નથી. જ્યારે પણ તક મળે ત્યારે નાટકો કરું છું, કરાવું છું. એકપાત્રિય અભિનય મને ખૂબ ગમે છે. એ અંતર્ગત કૈકેયી, કસ્તુરબા, દ્રૌપદી વગેરે પાત્રોની ભજવણી કરું છું. સામાજિક કામોમાં મને રસ છે.

Books
Prose [WRITINGS]

જીવતરનો નિચોડ

ડૉ.પ્રકાશસિંહ સૌના દાદાજી. કુટુંબીજનો હોય કે મિત્રો, સગાં-સ્નેહી હોય કે એમના દર્દીઓ—દરેકને એમને માટે ભારોભાર સ્નેહ અને આદર.

ડૉક્ટર સાહેબ આયુષ્યનાં 75 વર્ષ પૂરાં કરીને 76માં પ્રવેશવાના હતા. આખા પરિવારે મળીને આ પ્રસંગ યાદગાર બની રહે એ રીતે ઊજવવાનું નક્કી કર્યું હતું. પૌત્ર આકાશ અને એની પત્ની રુચિ, બેઉ ડૉક્ટરસાહેબ માટે જાણે ડાબી-જમણી આંખ. તેથી જ દાદાજી માટે કંઈક અનોખી ભેટ લાવવાની જવાબદારી એ બંનેને સોંપાઈ હતી.

“ના, ના, શર્ટ-પેન્ટ નથી લેવાં. એ તો સાવ ઓર્ડિનરી લાગે. દાદાજી માટે કંઈક ‘યુનિક’ગીફ્ટ લેવી જોઈએ.”રુચિએ કહ્યું.

“ શાલ, શર્ટ-પેન્ટ બધી વસ્તુની ના પાડે છે તો લઈશું શું?” આકાશ અકળાતો હતો. અચાનક રુચિની નજર સામેની ગીફ્ટશૉપ તરફ ગઈ. દરેક ચીજ આકર્ષક રીતે સજાવીને મૂકેલી હતી. દુકાનદાર પણ હસમુખો અને ગ્રાહકની વાત તરત સમજી લે એવો હતો. એણે એક એકથી ચઢિયાતી પેન બરાવવા માંડી. રુચિએ જોયુ6 કે કઈ પેનથી વધુ સારું લખાય છે એ જોવા માટે રફ પેપર પર લખતી વખતે આકાશ.R.Y.P.એમ ત્રણ અક્ષરો જ દર વખતે લખતો હતો. અંતે બંનેએ એક ‘ક્રોસ’ની પેન અને એક સુંદર કોતરણીવાળી ફ્રેમ પસંદ કર્યાં.

“ જુઓ સાહેબ, ફ્રેમમાં તમે કોઈનો ફોટો કે કશુંક લખાણ મૂકવા માગતા હો તો કહો. બે દિવસમાં તૈયાર કરી આપીશ.” રુચિનું સૂચન હતું—“ દાદાજીનો ફોટો મુકાવીને નીચે ‘75’ નો આંકડો લખાવીએ.”

“હા, પણ ફ્રેમમાં સૌથી ઉપર R.Y.P. અક્ષરો સોનેરી રંગમાં લખજો. અને હા, આ પેન પર પણ R.Y.P. લખી શકાયને?”આકાશે દુકાનદારને પૂછ્યું. “હા, હા, ચોક્કસ લખી શકાય સર ! બંને વસ્તુ બે દિવસ પછી આપું તો ચાલશે?રસ્તામાં રુચિએ પૂછ્યું, “આકાશ, આ R.Y.P. અક્ષરોનો અર્થ શુ6 છે? ”આકાશે માથું ખંજવાળતાં કહ્યું, “રુચિ, સાચું કહું તો એની પાછળનું રહસ્ય મને પણ ખબર નથી. દાદાજીએ એમના બધાં પુસ્તકોના પહેલા પાને R.Y.P. લખ્યું છે. પપ્પા પણ કહેતા હતા કે, આ અક્ષરો પાછળનો ભેદ શું છે એ દાદાજીએ હજી સુધી કોઈને કહ્યું નથી. ”

ડૉક્ટરસાહેબની વર્ષગાંઠની પાર્ટી બરાબર જામી હતી. આવનારા મહેમાનો ડૉક્ટરને મુબારકબાદી આપવામાં અને એકમેકને મળવામાં અને વાતો કરવામાં મશગૂલ હતા ત્યારે મોકો જોઈને રુચિએ ધડાકો કર્યો, “હવે દાદાજી આપણને એમના જીવન વિષે, એમના અનુભવો વિષે થોડી પ્રેરણાદાયી વાતો તો કરશે જ પણ સાથે સાથે R.Y.P.અક્ષરો સાથે એમનો શું સંબંધ છે એની વાત પણ કરશે.”

પ્રકાશસિંહના પ્રભાવશાળી ચહેરા પર ભરપૂર અને અર્થસભર જિંદહી જીવ્યાનો સંતોષ છલકાતો હતો. કંઈક સંકોચ સાથે એમણે શરૂઆત કરી: “આજે જિંદગીમાં હું જે મુકામ પર પહોંચ્યોછું એનું મોટા ભાગનું શ્રેય આ R.Y.P. અક્ષરોને આપી શકું. જોકે, આ વિષે કાંઈ કહેતાં પહેલાં મારે 1948ની સાલના યાતનાભર્યા અને લોહિયાળ દિવસોમાંથી પસાર થવું પડશે.—જ્યારે ચારે બાજુ મારો, કાપો અને આ હિંદુ, આ મુસ્લિમ એવા આગ ઝરતા શબ્દો સંભળાતા હતા.”

“ભાગલાના એ કપરા સમયમાં પાકિસ્તાનના પંજાબમાં ઘર-બાર, માલ-મિલકત સઘળું ય છોડીને અમારો પરિવાર ચાલી નીકળ્યો હતો. ભાગીને હિંદુસ્તાન આવ્યા પછી નિરાશ્રિતોની છાવણીમાં કાઢેલા દિવસો ખૂબ કપરા હતા પણ ફક્ત ને ફક્ત મારા પિતાજીની હિંમત અને ધીરજને સહારે જ અમે ટકી ગયા. આ પ્રસંગે હું એમને યાદ કરીને નમન કરું છું. ” દાદાજીનું ગળું રુંધાઈ ગયું. રુચિ દોડીને પાણીનો ગ્લાસ લઈ આવી.

“જેમતેમ કરતાં અમે નવા વાતાવરણમાં ગોઠવાયા તો ખરા પણ હું બરાબર સમજતોહતો કે, પિતાજી પર અસહ્ય બોજો આવી પડ્યો છે. ત્રણ ત્રણ સંતાનોને ભણાવવાં –ગણાવવાં અને હંમેશા બીમાર રહેતી પત્નીની કાળજી રાખવી એ તો ખરું જ, ઉપરાંત તદ્દન અજાણી જગ્યામાં નવેસરથી જિંદગી શરૂ કરવી. તો ય હંમેશા હસતાં હસતાં માને કહેતા, આજે ભલે મુસીબત વેઠવી પડે પણ કાલે આપણા છોકરાઓ હીરાની માફક ઝળકી ઊઠશે.

“મને અમૃતસરની મેડિકલ કૉલેજમાં એડમિશન મળ્યું. મેં રાત-દિવસ જોયા વિના સખત મહેનત કરવા માંડી. મિત્રો હોટેલમાં જમવા કે આઈસ્ક્રીમ ખાવા બહાર જતા હોય કે સિનેમાની મજા માણવાના હોય, હું સતત મારા મનને સમજાવતો કે, તને આ બધું ન પોષાય—‘રીમેમ્બર, યુઆર પુઅર’—‘R.Y.P. ” મેસનું બેસ્વાદ ભોજન ખાઈ ખઈને કંટાળેલા અને થાકેલા મનને હું કાગળ પર R.Y.P. લખી લખીને સમજાવતો. હું વિચારતો કે, પિતાના અથાક પરિશ્રમથી કમાયેલી એક પાઈ પણ વ્યર્થ ખર્ચવાનો મને અધિકાર નથી. એવા સંજોગોમાં મનને સમજાવવાનું અઘરું જરૂર હતું પણ અશક્ય તો નહોતું જ.”

સૌ આમંત્રિતો પ્રશંસાભરી નજરે પ્રકાશસિંહ સામે જોઈ રહ્યા હતા અને એમનો એક એક શબ્દ ધ્યાનથી સાંભળી રહ્યા હતા.

“ડૉક્ટર થયા પછી ભલે મેં મારી પોતાની હૉસ્પિટલ બનાવી અને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી. પન પેલા R.Y.P. ને હું એક દિવસ માટે પણ ભૂલ્યો નહીં. એ અક્ષરોએ જ મને નમ્ર, દયાળુ અને સંવેદનશીલ બનાવ્યો અને મારા સાથીઓ અને દર્દીઓએ આ અક્ષરોને કારણે જ મને અઢળક પ્રેમ આપ્યો. એમણે જ હંમેશા મને મારા મૂળ સાથે જોડેલો રાખ્યો છે. હું તો માનું છું કે આ અક્ષરો જાણે મારા જીવતરનો નિચોડ છે.”

પ્રકાશસિંહે પોતાની વાત પૂરી કરી ત્યારે ત્યાં બેઠેલા બધા સ્તબ્ધ થઈ ગયાં હતાં. આકાશ અને રુચીએ દાદાજીને પગે લાગીને એમના હાથમાં પેન અને ફોટોફ્રેમ મૂક્યાં ત્યારે ડૉક્ટર સાહેબભાવવિભોર થઈ ગયા. એમની આંગળીઓ મમતાપૂર્વક R.Y.P.એક એક કરીને સ્પર્શી રહી.