About
Picture

Jagdishbhai Nandram Sadhu [જગદીશભાઇ નંદરામ સાધુ]

Name:
Jagdishbhai Nandram Sadhu [જગદીશભાઇ નંદરામ સાધુ]
Email:
jagdishsadhu@gmail.com
Pen Name:
પ્રજ્ઞેય
Address:
બી- ૨૬૩ , પ્રભુદર્શન સોસાયટી, કેનલ રોડ , પી .પી. સવાણી સ્કૂલ સામે, જહાંગીરાબાદ , સુરત -૩૯૫૦૦૫
Surat, Gujarat, India
Contact No:
9898019647
Birth Date:
01-01-1970
Education:
1 સરદાર વલ્લભભાઇ હાઇસ્કૂલમાંથી ધોરણ 08થી 11 વણિજ્ય વિષયો સાથે. 2 વલ્લભ વિદ્યાનગર તા. આણંદની ભીખાભાઇ જીવાભાઇ વણિજ્ય વિદ્યાલયમાંથી ૧૯૬૯માં બી-કોમ. ૩ સરદાર પટેલ યુનિવર્સિટિ, વિદ્યાલયમાંથી અંગ્રેજી માધ્યમ સાથે ૧૯૭૧માં એમ. કોમ.
I am:
Poets

Picture

ગોઠી તરીકે સેવા.....

અમે કરમસદના દિગંબર જિનાલયમાં ગોઠી તરીકે સેવા કરતા ત્યારે ત્યાં મારી નજરે પિંગળ શાસ્ત્ર પડ્યું. વિવિધ છંદ, લધુ- ગુરુની સમજણ પડી. ૧૯૬૭માં મારુ પ્રથમ કાવ્ય “ઢળેદિલ“ પૃથ્વી છંદમાં પ્રસ્થાન અંકમાં છપાયુ. ત્યાબાદ કોલજ મેગેઝીનમાં મારા કાવ્યો છાપતાં રહ્યા.

Picture

મારી પ્રથમ ગઝલ

૧૯૭૬માં શ્રી પુરુરજ જોષી , જયદેવ શુકલનો સંપર્ક થતાં નડિયાદથી પ્રકાશિત એક અંકમાં મારી પ્રથમ ગઝલ “મળે ના  મળે“ પ્રસિદ્ધ થઈ . સુરતમાં નવયુગ કોમર્સ કોલેજના આચાર્ય –સોનેટ કવિ જે. એલ. દેસાઈના નિકટ સંપર્ક આવ્યો . તેમણે ગજલમાં સારી ફાવટ છે . એમ કહી મને છંદોબદ્ધ ગજલો રચવા પ્રેરણાનાં પીયુષ પાયાં . તા.૦૮-૦૭-૨૦૦૮નાં ગુજરાત સમાચારની સહિયર પૂર્તિમાં મારી ગઝલ “ઢળતી ઉમરે“ પ્રકાશિત થઈ . પછી તો સહિયર વિભાગમાં લગભગ ૨૫ ગઝલો પ્રસિદ્ધ થઈ. કવિલોકમાં સૌ પ્રથમ બે ગઝલો “ છું હું “ અને “ છાપ્યા ન કર “ સપ્ટેમ્બર–ઓક્ટોબર ૨૦૧૦માં પ્રકાશિત થઈ. આજ પર્યત લગભગ ૨૦ ગઝલો કવિલોકમાં સ્થાન પામી છે . 'કુમાર', 'ગઝલવિશ્વ', 'કવિતા', 'અખંડ આનંદ', 'તમન્ના', 'કરછ રચના', 'છાલક' તેમજ 'મા માન સરોવર' ભાગ -૨ માં ઘણી ગઝલો પ્રકાશિત થઈ છે તા. ૧૦-૦૨-૨૦૧૩ ના જનસત્તા અખબારમાં શ્રી રાધેશ્યામ શર્માએ “ ગઝલના ગગન માં સપ્તરંગી મેઘધનુષ મથાળા હેઠળ મારો લેખિત ઇન્ટરવ્યૂ પ્રસિદ્ધ કર્યો.

Picture

સાચી દિશા બતાવી

બેંગાલ સ્પોટિંગ યંગ આર્ટ્સ કલ્બ , સુરત દ્વારા સતત ૩૨માં વર્ષ યોજાયેલ ઉર્દુ – ગુજરાતી ગઝલ સ્પર્ધા-૨૦૧૬માં કુલ ૩૭ ગઝલકારોમાં હું પાંચમા ક્રમે ગુજરાતી ગઝલ સ્પર્ધામાં ઉર્તીણ થયો.  ગઝલોના ઊંડા અને સાચા અભ્યાસી શ્રી બકુલેશ દેસાઈ, શ્રી નયન દેસાઈ, શ્રી પ્રફુલ દેસાઈ અને શ્રી રઈશ મનીઆરે મને સાચી દિશા બતાવી, બહુમૂલ્ય સૂચનો કર્યા. એ સર્વોનો ઋણી છું.

Picture

પ્રકાશનો

૧    મેઘધનુષ                  ગઝલ સંગ્રહ (૨૦૧૨)

૨    થાય થોડી વાર પણ    ગઝલ સંગ્રહ  (૨૦૧૪)

૩    કાફિયા મહેલ             કાફિયા સંગ્રહ ( ૨૦૧૪)

Picture

અંતરેચ્છા............

હાલમાં 'કાફિયા મહેલ'ની સુધારેલી અધતન આવૃત્તિ તૈયાર કરી રહ્યો છું . તેમજ “અર્થ એક, શબ્દો અનેક” પર્યાય શબ્દોનુ પુસ્તક પ્રકાશિત કરવાની અંતરેચ્છા છે, જે કાર્ય ચાલુ છે. આમ તો હું ગઝલો જ રાચું છું તેમ છતાં બે ગીતો “ હોળી “ અને “ વર્ષાગીત “ મારા કવિતા અંકમાં પ્રકાશિત થયાં છે. આ ઉપરાંત એક સોનેટ કાવ્ય “ આવકાર “ શિખરિણી છંદમાં લખેલ જે કવિલોકમાં સ્થાન પામ્યું છે.

Picture

સેવાકાર્ય

સેવાકાર્ય

  ભીખાભાઇ જીવાભાઇ વણિજ્ય વિદ્યાલયમાં ૧૯૭૧થી ૧૯૭૩, બે વર્ષ ટયુટર ઇન કોમર્સ એકાઉન્ટન્સી


આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ , દેવગઢ બારિયા જી. પંચમહાલમાં ૧૯૭૩-૭૪, એક વર્ષ ટ્યુટર ઇન કોમર્સ એકાઉન્ટન્સી


3 આર્ટ્સ એન્ડ કોમર્સ , કોલેજ , સાવલી  જી. વડોદરામાં ૧૯૭૪- ૧૯૭૭ ત્રણ વર્ષ લેકચરર ઇન કોમર્સ એકાઉન્ટન્સી


  ઇ. એમ. હાઇસ્કૂલ, બોરસદમાં ૧૯૭૭-૧૯૭૯, બે વર્ષ સંખ્યાધિક, વિભાગીય વડા


5 નવયુગ કોમર્સ કોલેજ, સુરતમાં ૧૯૭૯- ૨૦૧૦, ૩૨ વર્ષ લેકચરર ઇન અકાઉંટંસી ત્યારબાદ નિવૃતિ.


 

Books
Verse [POETRY]

વિચારે વિચારે

ભલે દૂ:ખ મુકદર વધારે વધારે,

મળે રૂપ નોખું પ્રહારે પ્રહારે.

ખીલે ખૂબ વદમાં , અમર ક્યાં એ પદમાં !

અલગ સ્મિત વ્હેતું સિતારે સિતારે.

ભલે જાળ નાખી ત્યાં જમાનો,

મળે પ્રેમ –પંખી ઇશારે ઇશારે.

મળે ક્યાંથી આનંદ જળ સફરનો,

ફરે જે નિરંતર કિનારે કિનારે.

જતાં જોજે  ઊંચે તું , વળગી પડે ના,

અહંકાર ઊભા મિનારે મિનારે.

મુસાફર ન પામે કહી એની મંજિલ,

મળે કૈક ચુંબક ઉતારે ઉતારે.

ભલે કાફિયા – છંદ લે એ સમોવડ,

થતી ભિન્ન  ગજલો વિચારે વિચારે.

સાંભરે

સાંભરે

બાલપનનું ગામ, ભાગળ સાંભરે,

ખૂબ નાનો બાગ, ઝાકાળ સાંભરે.

જાણ નો ગાડા ભરીને આવતી,

એ ફટાણાં, ગીત મંગળ સાંભરે.

ગામ આખું પાદરે પાણી ભારે,

બેડલા છલકવતાં જળ સાંભરે.

ભાર ઉનાળે શ્વાશહિણી જે થતી,

એ નદીનાં નીર ખળખળ સાંભરે .

એક જૂની પ્રાથમિક શાળા હતી,

જીર્ણ મંદિર, ઘંટ, શામળ સાંભરે .

મોજ- મસ્તીભર રમત થતી બધી,

એ ટપાલી, બૂમ, કાગળ સાંભરે .

એ  સમય, એ મિત્રમંડળ ક્યાં મળે ?

ધૂળ સાથે શૂળ હરપળ સાંભરે.

 

જગદીશ સાધુ “ પ્રજ્ઞેય”

અખંડ આનંદ – સપ્ટેમ્બર ૨૦૧૬

વર્ષાગીત

ગગનમા ઘૂમી વળી પનિહારી

કે ગાગર શ્યામવરણ છલકવતી,

જાહનવીનાં જળ જેવા ટપકે છે,

ઘડીક જોર કરી ઘડીક મલકાણી,

ધરતી મૈયાની આંખ મલકની,

કે ગાગર શ્યામવરણ છલકવતી,

ગીત એવા ગાતી કે ગગન ગાજે.

ચમકે દંતાવલિ , લગીરેય ન લાજે,

પૂરી વસુધાની ચુંદડી ભીંજની

કે ગાગર શ્યામવરણ છલકવતી,

ચારેકોર પ્રસરે ભીની સુગંધ,

વાયુની લહેરખી  વાટી સુમન્દ.

ટહુકે ટહુકે સરોવર છલકાતું યૌવન,

તમરા ને મેડકનાં વિભોર મન.

નીલવર્ણી ચાદર પટરાણી,

કે ગાગર શ્યામવરણ છલકવતી,

સંસ્કાર કેન્દ્ર છે

આ સંસ્કાર કેન્દ્ર છે , આ સંસ્કાર કેન્દ્ર છે.

મુક્ત વિચારોની આપ લે , એજ એનો મંત્ર છે.

જોતું નથી ક્યારેય સભ્યોની નાત –જાત,

કરે ના ભંભેરણી , ક્યારેય ખોટી વાત.

વ્યક્તિનો વિકાસ કરતું આ અનોખુ તંત્ર છે,

મુક્ત વિચારોની આપ લે , એજ એનો મંત્ર છે.

ભાતીગળ પ્રવુતિઓ સોમવારે થાઈ  છે,

સંતોષ નાં ચમકારા ણને દેખાઈ  છે.

મીઠો આવકાર દેતું નાનું આ જંત્ર છે ,

મુક્ત વિચારોની આપ લે , એજ એનો મંત્ર છે.

સંપ ને સહકારની જહનવી વહે છે,

યથાર્થ જીવન જીવવા સભ્યો ચહે છે,

“ આવો પધારો “ વદતું હસતું આ કેન્દ્ર છે,

મુક્ત વિચારોની આપ લે , એજ એનો મંત્ર છે.

ફોરમ પ્રસરવતી આ તો છે વાટિકા,

જયાબેન હલાટવાળા એનાં સાચાલિકા .

નાના –મોટા તારલા તો કોઈ સુદનાં ચંદ્ર  છે,

મુક્ત વિચારોની આપ લે , એજ એનો મંત્ર છે

.

જગદીશ સાધુ “ પ્રજ્ઞેય”

ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડ્યુકેશન, તાડવાડી, સુરત પર મે રચેલું આ ગીત

આજે સંસ્થાનાં બારણે જુલે છે .

આવકાર

આવકાર

(શિખરિણી –સોનેટ)

કાલીના પ્રગટ્યે પુલકિત થતો બાગ સહસા,

બન્યો એવો હું તો મુજ ટન સૂતે ભરતાં.

હસે વર્ણે કેવો કિશન સમ વા રામ સમ એ !

તરંગોની છોળો ઉર –ઊદ્ધિએ મત્ત ઉછળી.

 

લસે કુનાં એનાં કાર-ચરણ કો પુષ્પ સરિખાં,

નિહાળ્યો મે જાણે મુજ શિશુ ફરી બાલ્યવ્યમાં !

રહું પેખી એનાં ધવલકરમાં લશ્મક રૂડા.

વિલોકી મે માન્યુ : લખપતિ તણાં ચિન્હ ઉજળા.

 

લઉં ગોહે છોને મલિન વસનો બે ઘડી થતાં,

ખુશીનાં ઘેરાયાં ધન હૂદય વ્યોમપાતમાં.

વડે કાળી –ઘેલી મધુરતમ વાણી સતત એ,

થતું સૂણું એને અવિરતપણે રાત-દિન હું.

જુએ ચારેકોરે અચરજ થકી ને ઉમળકે ,

પધાર્યા શું કહાનો અવનિ પર આ ગોકુળગૃહે !

 

કવિલોક જૂન -૨૦૧૩

જગદીશ “ પ્રજ્ઞેય”

 

ના કદી...

ના કદી પાછા વળો

હાર ભાળી નાં કદી પાછા વળો,

ઘાવ ભાળી નાં કદી પાછા વળો.

જિંદગીનાં બાગમાં ખૂશ્બો હસે,

નાગ ભાળી નાં કદી પાછા વળો.

છે શિખરની ભવ્યતા એની થકી,

ખીણ ભાળી નાં કદી પાછા વળો.

ત્યાં જજો જ્યાં આવકારે આંગણું,

દ્વાર ભાળી નાં કદી પાછા વળો.

જાત બાલી એ તમસ લૂટયા કરે,

તેજ ભાળી નાં કદી પાછા વળો.

મોલથી સ્વાગત કરે છે ખેતરો,

વદ ભાળી નાં કદી પાછા વળો.

સૂર્ય સરિખા હોય છે સૌ ગુરૂજનો,

તપ ભાળી નાં કદી પાછા વળો.

 

‘ કુમાર ‘

જગદીશ સાધુ “ પ્રજ્ઞેય”

જોઈએ

જોઈએ

જિંદગીમાં સહપ્રવાસી જોઈએ,

જેમ નૌકાને ખલાસી જોઈએ .

કેટલું છે તેજ એનું માપવા ,

ચલ આ દિપક પ્રકાશિત જોઈએ.

હોય દિલહાર દિન ઢળે વાતાવરણ ,

માણવા ઉન્નત અગાશી જોઈએ .

કોઈ કેતુ હોય એમાં તથ્ય શું ?

માનતા પહેલા ચકાસી જોઈએ ,

ક્યાં સિતારાને ગમે છે ચંદ્રમા ?

રાત એને તો અમાસી જોઈએ .

પ્રેમ ડાળે પાનખર બેસી જસે ,

ત્યાં ભરોસો બારમાસી જોઈએ.

તીર્થ માનો તો ખરાં માં – બાપ છે ,

નાં કડી મકકા કે કાશી જોઈએ.

 

જગદીશ સાધુ “ પ્રજ્ઞેય”

ક્યાં સુધી ?

ક્યાં સુધી ?

આ યુવાની , આ નજાકત ક્યાં સુધી ?

શ્વાશ સરગમ યથાવત ક્યાં સુધી ?

રાન માં કરવો પડે વસવાટ તો,

કેશરી સાથે અદાવત કયાં સુધી ?

તું ભલેને રંગથી રોશન કરે,

રાંક  પાયાની ઇમારત ક્યાં સુધી ?

ખોળ દિલનાં દ્વાર તું હિમંત કરી,

રોજ પગની આ કવાયત ક્યાં સુધી ?

ચોતરફ તું કંટકો વાવ્ય કરે,

કર્મના ફળની  શિકાયત ક્યાં સુધી ?

નિત્ય ચૂવે છાપરું વિશ્વાસનું,

પ્રેમનાં ઘરની મરામત ક્યાં સુધી ?

શીદ મારે થીગડ આ દેહને,

જિંદગી રહેશે સલામત ક્યાં સુધી ?

 

કવિલોક –જાન્યુઆરી –ફેબ્રુઆરી ૨૦૧૬

જગદીશ સાધુ “ પ્રજ્ઞેય”