About
Picture

Sanichar Aacharya [આચાર્ય શનિચર]

Name:
Sanichar Aacharya [આચાર્ય શનિચર]
Email:
acharyasanichar15@gmail.com
Pen Name:
આચાર્ય શનિચર
Address:
એ-4, પાવનધમ સોસાયટી, એરફોર્સની પાછળ, મકરપુરા, વડોદરા, ગુજરાત
Vadodara (Baroda), Gujarat, India
Contact No:
9924983291
Birth Date:
01-01-1970
Education:
D. M. E.
I am:
Writers,Poets

Picture

જન્મ.......

જન્મ ધોરાજી-સૌરાષ્ટ્રમાં, શિક્ષણ ભાવનગર, સર ભાવસિહજી પોલિટેકનીક્લમાં. ડિપ્લોમાં ઇન મેકેનિકલ એંજિનિયરિંગ ૧૯૭૬માં પાસ. ૧લી ડિસે. ૧૯૭૬થી હિંદુસ્તાન બ્રાઉન એન્ડ કંપનની, વડોદરા જુનિયર એંજિનિયર તરીકે જોઇન્ટ કરી અને ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ ત્યાં જ નોકરી પૂરી કરી.

Picture

સંસારના કૂવામાં પડીશ નહીં...............

ફક્ત ૧૩ વર્ષની ઉમરે મે જાહેર કર્યું કે હું સંસારી નહીં બનું. સંસારના કૂવામાં પડીશ નહીં. મનમાં એ પણ નિણર્ય લીધો કે શિક્ષણ પૂરું થયા પછી હિમાલય જતો રહી સાધના કરીશ. પરંતુ ૧૯૭૨થી પિતાજીની આર્થિક પરિસ્થિતિ બગડતા જવાબદારીમાં તેમનું સ્થાન મે ગ્રહણ કર્યું અને સમસ્ત કુટુંબની જવાબદારી સંભાળી. આજે પણ આખા કુટુંબનો જવાબદાર વડીલ હું છું.

બધા ભાઈઓ-બહેનો પોતપોતાની રીતે જીવનમાં ઠરીઠામ થયા છે. પરંતુ તેમની કોઈ પન તકલીફમાં તેમણે વિશ્વાશ છે કે મોટાભાઇ આપની તકલીફ જરૂર દૂર કરશે. કુટુંબ સંભાળવાની જવાબદારીને કારણે હું હિમાલય  જઇ શક્યો નહીં. પરંતુ સાધના મે છોડી નહીં. સાધનાનો નાનપણથી વાચનનો ટેકો મળ્યો. વાંચનની આદત પડી. આજે મારી પાસે નાનું એવું પુસ્તકાલય છે. મહાત્મા ગાંધી, વિનોબા, જે. કૃષ્ણમૂર્તિ, દાદા ધર્માધિકારી વગેરેનું તત્વજ્ઞાન અને ચુનીલાલ મડિયા, પન્નાલાલ પટેલ. આખો, ગોવર્ધરામ ત્રિપાઠી, વિકટર હ્યુગો, ટોલ્સટોય, રવિન્દ્રનાથ ઠાકુર, મકસીમ ગોકી અને અન્ય પુષ્કળ ગુજરાતી/હિન્દી/વિદેશી લેખકોને વાંચ્યા. ભાવનગર આવ્યાં પછી ઓશોના તત્વજ્ઞાનનો અભયાસ થયો. હજુ ચાલુ છે.બચપણની ઉમરથી અત્યાર સુધી વાંચન ચાલુ જ છે. વાંચન વિના એક દિવસ પણ કેમ જાય?

Picture

Question of a common man answer from the saint

લખવાની આદત પણ નાનપણથી જ હતી. વર્ષ ૧૯૭૨/’૭૩માં ઘણા સોનેટ અને ખંડકાવ્યો લખેલા. વડોદરા આવી પહોચ્યા પછી જીવન બદલી ગયું. મે ૧૯૭૭થી બદલાવ ચાલુ થયો. મે મહિનામાં સર્વપ્રથમ પૂર્વજન્મનું અર્ધસ્વ્પનદર્શન નો અનુભવ થયો. ખતરનાક અનુભવ હતો. ત્યારબાદ એચ.બી.બી. કંપનીના ચીફ પર્સોનલ મેનેજરના મૃત્યુનો તેમના વાસ્તવિક મૃત્યુની પેહલા મને અનુભવ થયો. ૧૯૮૦માં શિવાનંદ આશ્રમ, મુંગેર, બિહારથી આવેલા સ્વામીજીની કૃપાથી યોગનિંદ્રા દ્વારા બ્રહમદર્શન થયા. એ પછી અનેક વાર સામાન્ય મનુષ્યનું મન સ્વીકાર ન કરે તેવા અનેક અનુભવ થયા. બ્રહમદર્શન પછી ઘણા દર્શન કાવ્યો લખ્યા. આગ અને દર્શન નામથી કવયોનિ એક નાનકડી પુસ્તિકા બનાવી.

વર્ષ ૨૦૦૩માં એક વેબસાઇટ લખી અને ખોલી. એ વેબસાઇટ હતી RAPS- Revilution against public sevents. અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષા લખી. ત્યાબાદ લખી “કાશ્મીર નો ઉપાય” અને “Solution of Kashmir” લખી. ત્યારબાદ એક વૈજ્ઞાનિક નલકથા “ગોડસનફોર” લખી. બે વૈજ્ઞાનિક નવલકથા “ચામાચીડિયા” ની સાથે અન્ય ત્રણ નવલિકાઓ લખી “પાંચવાર્તા” નામની બનાવી. ઉપરાંત “Yogasn” ની તથા “સૂફીવાદ” ની નાની પુસ્તિકાઓ બનાવી.

આ સમય દરમિયાન “સવાલ સંસારીના અને જવાબ સંતના” તથા “Question of a common man answer from the saint” તથા “વર્ષાની વાનગી” પુસ્તકોને સંપાદિત કર્યા.

Picture

આપનો ખૂબ ખૂબ આભાર

અખંડ આનંદ માસિકના દિવાળી અંકમાં છેલ્લા ત્રણ વર્ષથી મારા લેખ આવે છે. અહિયાં સઘળું તો લખી સકે તેમ નથી, તેથી અહી વિરામ લઉં છું આપનો ખૂબ ખૂબ આભાર. 

Verse [POETRY]

આગ

આગ

કાવ્ય-સોનેટ

ગરીબોના દિલમાં આગ ભડકી રહી

જાત પોતાની ગરીબી સહી રહી

પૂંજી એમની કેવળ ગરીબી જ રહી

નજર અમીરોની જાણે ઠરી રહી

ના મળતા પેટ પુરતુ પણ ધાન રે

થઈ ગયા એ ગરીબો પાન પાન રે

બહેરા થયાં આજ સત્તાના કાન રે

જતી રહી અમ ગરીબોની જાણ રે

પણ એક દિન જરૂર ક્રાંતિ જાગશે

અન્યાય આ સઘળા જ મિટાવશે

જ્વાળાઓ ભૂખ ની ભભૂકશે

અમીરો એથી થરથરી રહેશે

અત્યાચારી

અત્યાચારી

એક બિલાડો ‘ને એક કુત્તો, એક ઊંદર પર ત્રુટયા

‘ધનિક’ નામ બિલાદે રહ્યું,  કુત્તે રહ્યું ‘સરકાર’

ઓહયો કરવા દોડ્યા બંન્ને, ઊંદર નામે ગરીબ પર

ભારતમાં આ ચિત્ર બન્યું, આઝાદીમાં રખડતા

ફૂક તણાં ગરીબનો, બે ભમરાઓ રસ ઝૂંટતા

જીવહીન તેને બનાવવા, મધુરસ મુખે ભરતા

શોષણ કરતાં તેને, ગરીબી કેરી ખીણે ધકેલતા

ભારતમાં આ ચિત્ર બન્યું, આઝાદીમાં રખડતા

ટન પર ચીંથરૂ ન રેહવા દઇ બેઈજજતિ કરતાં

ઝૂપડા તોડાવતા ણે અન્ન તેમનું ટકેટકનું લૂટતાં

મંજૂરી ન ડેટા, કામ કરાવતા સહુએ તેમને દીઠા

ભારતમાં આ ચિત્ર બન્યું, આઝાદી માં રખડતા

ગરીબોના મત-પૈસા, સત્તાધીશો બંનતા. ને

તાગદધીન્ના કરતાં

ભારતમાં આ ચિત્ર બન્યું, આઝાદીમાં રખડતા.

પૂતળાનો ગાંધી

પૂતળાનો ગાંધી

રાજમાર્ગ પર જંતા નજરે ચડે છે

       ઉભેલો એ પૂતળાનો ગાંધી

અરે !  પડે તેની આંખમાંથી

       જાણે આંસુઓની પાળ બાંધી

ભારતમાં જોઈ ભ્રસ્તચાર

       આંધી, રડે છે પૂતળાનો ગાંધી

આઝાદી મે અપાવી તન થી

ન અપાવી શક્યો પણ મનથી

       રડે વિચારી, પૂતળાનો ગાંધી

દેશમાં ઠેકઠેકાણે શું અંધાધૂંધી?

થાય કાવતત્રા મેળવવા ગાડી

      રડે એ જોઈ પૂતળાનો ગાંધી

પશ્ચિમથી આવી ફેશનની આંધી

પૂરા ભારતને લીધો છે બાંધી

      નજરે જોઈ રડે પૂતળાનો ગાંધી

આવી આપતી મેં નો’ તી ધારી

      અમે વિચારી, રડે પૂતળાનો ગાંધી

‘આનન્ન્દ’ સ્વતંત્રનો ખોઈ નાખી

પહેરી હાર પુણ્ય અને જન્મતિથીએ

      પછી રુદન કરે છે એ પૂતળાનો ગાંધી

પોલિટિક્સ

પોલિટિક્સ  

(ખંડકાવ્ય)

 કરશ્યપસૂત વસુંધા થી લેતો’તો વિદા

ચંદ્ર નભમાં ધીરે ધીરે ઊગી રહ્યો’તો

સૂર્ય સંગ સઢયા જતી હતી શરમાતી

રાત ચંદ્રસંગે આવતી હતી ખિલટી

         ત્યારે સાંય-સંધ્યા થી જ્યોતિષી સહદેવ પરવાર્યોં’તો        

         દીઠું અણચિંતવ્યો દુર્યોધન તેના દ્વારમાં ઊભો હતા

વડીલબંધુને સહદેવ લાગ્યો તુર્ત પાય

પુછ્યું ‘બંધુ, કેમ આવવું થયું આજ?

યુદ્ધ નજીક આવતું જણાય છે ત્યારે

પ્રભુ, રક્ષક વિના કેમ આવવું થયું ?

          દુર્યોધન વદ્દ્યો ‘મારે આજ પડ્યું જ્યોતિષીનું કામ,

          પણ જો તું આપે વચન તો જ બતાવું કામનું નામ’

કહે સહદેવ ‘કહો બંધુ, આપ્યું વચન’

‘શુભ મહુર્ત શોધી દે, જેથી વિજય

યુદ્ધ મને જ વારે’ દુર્યોધન વદ્દ્યો,

નજરમાં કરડાકી ને મુછામાં હતું હાસ્ય

        ચોંકી ઊઠયો પણ જ્યોતિષી દુર્યોધન કેરા શબ્દો થી

         પાણી તેના મોનું હરાયું, નિ:સશ્વાસ ઢ્ળ્યો આંખો થી

ધ્રૂજતે ડગલે પોતાના ઓરડામાં ગયો

જતાં જ અનાદર આંખો નીર ભરાયા

વંટોળ ઉડ્ઢેગનો જાગ્યો મનમાં, પરંતુ

વચન નિભાવવા માનન્મા મથાવા માંડ્યો

 

         દ્ધેગ શમાવી મનમાં, સહદેવ લાવ્યો મહુર્ત પોથી

         અમાવાસ્યા તેને નક્કી કીધું, મહુર્ત શુભ સહુથી

આપી આશીર્વાદ, દુર્યોધન લીધી વિદા

કર્તવ્યમાં થી મુક્ત થતા જ ઢળી પડ્યો

સહદેવ નિરાશ વાદને ત્યાં ભોયતળિયે

બન્ને હાથે મો ઢાંકી લેવા માંડ્યો ડૂસકાં

       “હત્યારો હું બાઈ બેઠો રે, આખા રે મારા કુળનો

       ગુનેગાર થયો હું, સતી દ્રૌપદી અને મા કુંતીનો”

‘આનંદ’ મે હરું લીધો મા કુંતનો

પ્રજાજનો મને કહેશે કુળહત્યારો

વિચારતા, નેત્રો તેના અશ્રુથી ભરાના

તનમન ના તેના ચેતન પણ હરાણા

         ‘નક્કી હવે પછી યુદ્ધમાં દુર્યોધન જીતશે

         મારી સાથે જ વિનાશ મારા બંધુઓને થશે

નાંખી અતિ ઊંડી, જ્યોતિષીએ હાય

થનાર તો થયું, પણ નવ મળે ઉપાય

અચિંત્યુ ક્રુષ્ણ યાદ આવતા હાશ કરી

       હારી પર ચિંતા છોડી, પોઢ્યો એ નીંદ્ર ને વરી

પ્રાંત;થતાં જ દોડ્યો શ્રી ક્રુષ્ણને મહેલ

દીઠતા હારી સહદેવે પકડી લીધા પાય

હારીએ તેને ઊભા કરી બેસાડયો પાસ

કારણ હરિએ પૂછ્યું શું રે દૂ:ખ પડ્યું ?

        રડતાં સઘળી જ વાત કરી, સહદેવે માગ્યો ઉકેલ

        હસી, હારી વદયા ‘ચિંતામુક્ત ઠ, ઉકેલ છે સહેલ

અમવાસ્યને આગલે દી’ને શ્રી ક્રુષ્ણ

આવ્યા, પ્રાંત:કાળ ધર્મરાજ ને મહેલ

.જગાડ્યા ધર્મરાજ અને ચારે ભાઈને

પૂછ્યું, આજે અમાસ, નથી કરવું શ્રાદ્ધ ?

       સુણી શ્રીહારી નિ ઉક્તિ, દિગ્મૂઢ થયા ધર્મરાજ ભૂલ

       થઈ પ્રભુ આપની છે ચૌદશ આજ, બોલ્યા ધર્મરાજ

પ્રભુ વદયા ‘મારી ભૂલ ! આ શું કહ્યું ?

મોડુ થયું છે માટે ચાલો નદી પર સહુ’

તૈયારી પૂરી કરી નીકળ્યા સહુ બહાર

ચાલતા આવ્યા કૌરવો છાવણી પાસ

       ‘દર્ભ લીધો તમે’ પ્રભુ કહ્યું ‘જલ્દી આવો લઈ’ હરી

        વદયા પંડ્વોને ‘ચાલો, અમાવાસ્યા ના થોભશે કઈ   

સાંભળી શ્રી કૃષ્ણના શબ્દો, ગુપ્તચરો

દુર્યોધનના દોડ્યા દુર્યોધની પાસે

રજા લઈ, નાંખી વાત દુર્યોધનને કાન

ભીષ્મ-દ્રોર્ણચાર્યને દુર્યોધને  બોલાવ્યા

        વાત કરીને ‘મને છે શાક’ કહી બબન્નેનો મત માંગ્યો

        ચર્ચા ચાલી સારી પણ, સર્વે ‘કાળ’ પર થયા સંમત

છતાં દુર્યોધને મોકલ્યા ગુપ્તચરો આઠ

સ્નાન કરી પાંડવો કરવા મદયા શ્રાદ્ધ

જોવા આવ્યા દેવસૂત્રધાર જોડીને ચાંદ

આવી-ઊભા પ્રભુ સમક્ષ જોડીને હાથ

       ‘અર્થ શો અમાવાસ્યાનો, કહો’ પુછ્યું પ્રભુ શ્રી કૃષ્ણે

       ‘સૂર્ય-ચંદ્ર ભેળા થાય જ્યારે, ત્યારે અમાવસ્યા થાય’

ઊભા તમે બન્ને મારી સામે એકસાથ

પાંડવોએ શ્રાદ્ધ કર્યું, તેમાં શું છે વાંક ?

હરિવચનો સુણી ન બોલ્યો સૂર્ય-ચંદ્ર

બન્ને નતમસ્તકે થયા ત્યથી વિદાય

       પાંચે પાંડવોએ તર્પણ – શ્રાદ્ધ ઈતિયાદી પાંડયું પાપ

      ગુપ્તચરોએ તુર્ત જ મહારાજ દુર્યોધન ને કરી  જાણ

સુણી આ કૌરવોની કેદ જ ભાંગી ગઈ

અમાવસ્યા આજ, તેની ખાત્રી થઈ ગઈ

માની છે અમાવસ્યા કરી તુર્ત ચડાઈ

‘ને આખરે યુદ્ધમાં કૌરવોની હાર થઈ

જૂથો જ્યોતિષી ના સાબિત થયો સહદેવ રે

ના રાજકારણમાં દુર્યોધાન જીતી શકયો રે

યુદ્ધ રાજકારણ માં ભગવાન શ્રી કૃષ્ણ ની

કૃપા થી અસત્ય પણ સત્ય માં પલટયું રે

        આમ સહદેવનો ભય ભાંગ્યો ભગવાન શ્રી કૃષ્ણએ

        પાંડવો ને બચાવી વિજય શ્રીહરિએ અપાવ્યો