About
Picture

Harshdbhai Vyas (હર્ષદભાઈ વ્યાસ)

Name:
Harshdbhai Vyas (હર્ષદભાઈ વ્યાસ)
Email:
harshdvyas@gmaill.com
Address:
Jalaramkrupa Shreenathjinagar Second Section Behind Bharatnag Block No 165
Bhavnagar, Gujarat, India
Contact No:
9998324875
Birth Date:
01-01-1970
I am:
Writers

Prose [WRITINGS]

મુસાભાઈ ના વા- પાણી

મુસાભાઈ ના વા- પાણી   ( કનુભાઈ વ્યાસ )

બજારમાં છગનભાઇ મળ્યા ‘ક રમુભાઈ માસ્તર ! ખતરનો ધંધો કેવો ?

રમુભાઈએ હસતાં જવાબ આપ્યો. ‘લાખ ના બાર હજાર કરવાનો !  પણ અમે તો એમાથી યે ગ્યાં ! મૂળગા નાણાં પણ ઉભા નો   થ્યા !

મૂળ વાત એમ છે કે, રમુભાઈ અને એના પત્ની સુશીલા બે એક હજાર વસ્તીવાળા ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરતાં હતાં. મોટા ભાગની વસ્તી સુખી પટેલોની હતી. બીજી વસ્તી પણ થોડા-થોડા પ્રમાણમાં હતી.

રમુભાઈ જ્ઞાતિએ બ્રાહમણ હતા. પતિ-પત્ની પગાર ઉપરાંત કથા-વાર્તા વાચતા આ વધારાની આવક હતી. આથી વર્ષમાં ઠીક-ઠાક પ્રમાણમાં મૂડી ભેગી થઈ. હવે મનમાં ઇરછા થવા લાગી કે, કાઈક ધંધો શરૂ કર્યો હોય તો થોડી વધારાની આવક ઊભી કરી શકાય !

પૈસા થાય એટલે સલાહ આપનારા પણ મળી રહે. ‘લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે એ કહેવત મુજબ.

ગામમાં એક બેકાર યુવાન હતો મહેશ. છેલ્લા બે વર્ષથી બી.એસ.સી. હતો અને સ્વાર્થ સાધવામાં તૈયાર હતો.

બાજુના ગામમાં મુસાભાઈ ખાતારા ડ્રાઈવર તેનો મિત્ર હતો. મુસાભાઈ ઘણીવાર કહેતા, આ બીજાના ખટારા હાંકી-હાંકી હવે થાક્યો  છું !

ઘરનો ખટારો હોય તો કાઈક બરકત રહે પણ છેડા આંબતા નથી. કોક ભાગીદાર મળી જાય તો થઈ જાય. મહેશને થયું કે, રમુભાઈ માસ્ટરને ઝપટમાં લેવા જેવા છે. કહ્યું, કાઈક થઈ રહેશે મુસાભાઈ ! થોડી ધીરજ રાખો નહિતર પછી મુસાભાઈના વા-પાણી તો છે જ ને ! વાશી વધે નહીં ને કુતા ખાય નહીં ! બંને ખડખડાટ હસી પડ્યા !

પછી મહેશે મુસાભાઈમે માસ્ટરની વાત કરી. બંનેએ વ્યૂહ બનાવ્યો કે, માસ્ટરને ભાગીદારીમાં રાખીને ખટારો વેચાતો લઈ લેવો આવક કરતાં જાવક વધારે બતાવવી એટ્લે માસ્ટર આપો આપ ભાગીદારીમાથી નીકળી જશે ! ખરેખર ભાગીદારી આપણાં બંને વરચેની !

રમુભાઈ અને મહેશભાઈને એકબીજાના ઘરે જવનો સંબંધ પણ હતો. એકવાર મહેશ ઘરે આવ્યો. રમુભાઈ એના પત્ની સુશિલાબેન પણ હાજર હતા. મહેશે  રમુભાઈને પાનો ચડાવતા કહ્યું: “ હવે રૂપિયા ભેગા કરીને શું કરશો ? કાઈક ધંધામાં રોકોને !

પણ ધંધો ક્યો કરવો ? રમુભાઈએ પૂછવ્યું.

અરે ! ધંધાની ક્યાં તાણ છે ? એક ખટારો  ઘરનો હોય તો પછી જોઈ લ્યો, પૈસા-પૈસા

શું વાત કરો છો, મહેશભાઇ ! સુશિલાબેન સૂર પુરવતા કહ્યું.

મહેશે કહ્યું : ખરેખર ! ખટારાનું પૈડયું ફર્યું નથી ને આવકનું મીટર ચાલુ થયું નથી ! ભાગીદારીમાં ધંધો કરી જુઓ ! મારો એક મિત્ર ખટારા ડ્રાઇવર છે. પણ નાણાં અભાવે પોતાની ગાડી લઈ શકતો નથી. તમને રોજના ચારસો-પાંચસો રૂપિયા મળી જાય બેઠા-બેઠા !

થોડા દિવસ પછી મુસાભાઈની ઓળખાણ કરાવી મુસાભાઈએ પ્રોત્સાહન આપતા કહ્યું. તમ-તમારે બેફિકર રેજો ! બધી જવાબદારી મારી. માત્ર તમારે મૂળી જ રોકવાની એકાદ લાખમાં જૂની પણ સારી ગાડી મળી જાય. સિતારે હજાર તમે રોકો, બાકીની હું વ્યવસ્થા કરું વધારે સગવડ હોય તો થોડા વધુ રોકો, દસ-વીસ હજાર જેટલા હું રોકું.

રમુભાઈએ સુશિલાને પૂછ્યું પણ સુશિલા નામ પ્રમાણે જ સદગુણી હતી. જવાબમાં સુશિલાએ કહ્યું : “તમારા ધંધા વાતમાં મને ખબર ના પડે, પણ જે કાઇ કરો તે વિચારીને કરજો !” અરે બેન ! બઁકવાળા આપી-આપીને શું વ્યાજ આપી દેવાના છે ? આતો રોજની બેઠી આવક !

પછી તો અવાર-નવાર મુસાભાઈ પણ ઘેર આવતા ક્યારેય મહેશ પણ સાથે હોય.

પછી એકવાર મુસાભાઈ આવીને એંશી હજાર રૂપિયા લઈ ગયા ધંધો કરવા માથે ! ણ કોઈ કરાર ણ કોઈ લખાણ ! તે દિવસે મહેશ ઈરાદા પૂર્વક બાજુના શહેરમાં ચાલ્યો ગયો.

થોડા દિવસો પછી સેકંડહૅન્ડ ખટારો આવી ગયો અલબત્ત મુસાભાઈ અને મહેશ માટે આવક કરતાં જાવક વધારે બતાવવા માસ્તર એક માસમાં કંટાળીને ભાગીદારીમાથી છૂટા થઈ ગયા આપેલા પૈસા પરત આપવાની શરતે !

નાણાં પરત આવે તે માટે મહેશે દરમ્યાંગીરી કરવા કહ્યું. પણ મહેશે કહ્યું: તમે મને પૂછીને મુસાભાઈ ને નાણાં આપ્યા નથી. એટલું જ નહીં તમે નાણાં આપ્યા ત્યારે હું હાજર પણ નહતો એમ કહી મહેશ ગાળી યામાથી છૂટી ગયો !

શેવ રમુભાઈ અને સુશિલાએ કોઈપણ જાતના ધંધામાં નાણાં ન રોકવાનો પ્રતિજ્ઞા લીધી છે. પોતાની સાથે છેતરપીંડી થઈ છે તેવો ખ્યાલ પણ આવી ગયો. પતિ-પત્નીએ આ વાત મનમાથી નાખી છે. પરંતુ ગામલોકો એક દશકો થયા છતાં આ વાતને ભૂલ્યા નથી.

ધંધાની વાત નીકળે ત્યારે રમૂજી માણસો કહે છે : ભાઈ ! ધંધો તો ખટારાનો ! જ્યારે બીજો કહે – હવે ભઈ જાવા દો ઇ વાતને ! ઇ બધુ મુસાભાઈના વા-પાણી જેવુ છે !

હા પસ્તાવો વિપુલ ઝરણું

હા પસ્તાવો વિપુલ ઝરણું    ( મનુભાઈ વ્યાસ )

હું તે વખતે, અમારી જ્ઞાતિની બોડિંગમાં રહી મેટ્રિકમાં અભ્યાસ કરતો હતો. તે બોર્ડિંગમાં વિધાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં સગવડ ન હોવાને લીધે એક રૂમમાં પાંચ વિધાર્થીને રહવું પડતું.

એટ્લે કોઈ કોઈ વાર નાની મોટી ચોરીના છમકલા અવારણવાર થયા જ કરતાં. લાગ પડ્યે સાબુ, તેલ, ખાંડ અરે, જે કાઇ મળે તે લેવાની જાણે પરંપરા જ ચાલુ થઈ ગઈ હતી.

આવી નાની ચોરીમાથી વાત પૈસા ચીલઝડપ સુધી પણ પહોચી. ઘરેથી મોટા ભાઈએ મોકલેલા વીસ રૂપિયામાથી પંદર, તાળાને ચાવી લાગુ કરી કોઈ ઉપાડી ગયું ! મને મારા રૂમના મારા જ સહાધ્યાયી કિશોર ઉપર શંકા હતી.

કારણકે તે સિનેમાના નાદે ચડી ગયેલો. ઘરેથી તેના પિતાશ્રી જેટલા રૂપિયા મોકલે તે બધા જ તેમાં બંધ બેસી જતાં ! પરંતુ તેનો ખર્ચ દિનપ્રતિદિન વધતો જ ચાલ્યો એટ્લે માથે દેવું પણ ચડવા લાગ્યું. તેના વિષે અનેક વાતો પણ થઈ હતી.

મારા પંદર રૂપિયા ચોરાયા તે પેહલા પણ કોઇની ને કોઇની નાની નાની રકમ ઘણીવાર ચોરાઇ ગયેલી. બધાયને તેના ઉપર પૂરેપૂરો વહેમ હતો.

હું ધારત તો તેની વિરુદ્ધ ફરિયાદ કરી તેને બોર્ડિંગમાથી રજા અપાવી શકત,પરંતુ તેમ ન કરતા મે એને બહુ જ સમજવ્યો તોય આખરે તો પથ્થર પર પાણી ...... ત્યાર પછી વર્ષો બાદ કોઈ એક મિત્ર દ્વારા મે સાભળેલું કે તે મેટ્રિકની પરીક્ષામાં નાપાસ થતાં એક નાનકડા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષક  તરીકે નોકરી કરે છે. પછી તો એ વાતને લગભગ એક દસકો વીતી ગયો...... અને સ્મૃતિપટ ઉપર દસ વરસની ધૂળ ચડી ગઈ.

આજે જ્યારે મારા નામનું પંદર રૂપિયાનું મનીઓર્ડર પોસ્ટમેન લાવી આપ્યું ત્યારે સાનંદાશ્ચર્ય ભાવે તાકી જ રહ્યો. એ મારા સહાધ્યાયી મિત્ર કિશોર તરફથી હતું. તેને મ. ઑ. ની કૂપનમાં લખ્યું હતું. ‘ભાઇશ્રી, તેમણે યાદ હશે કે, જ્યારે આપણે બોર્ડિંગમાં સાથે રહતા હતાં ત્યારે તમારા પંદર રૂપિયા ચોરાઇ ગયેલા.

એ વખતે હું ખરાબ સોબતે ચડી ગયેલો અને માથે દેવું થઈ ગયેલું એટ્લે મે જ તમારી બેગને ચાવી લાગુ કરી ચોરી લીધેલા. પરંતુ તેનો વસવાસો આજ સુધી હૃદયને કોરી રહ્યો હતો.

આજ જ્યારે આ મ.ઑ. રવાના કરું છું ત્યારે તમને બહું જ ગમતું પેલું લોકગીત ‘પાપ તારુ પારકાશ.....’ હૃદયમાથી સ્ફુરી ઊઠે છે-કિશોર’

વફાદાર દીવાન સર પ્રભાસશંકર પટ્ટણી

વફાદાર દીવાન સર પ્રભાસશંકર પટ્ટણી   (હર્ષદભાઈ વ્યાસ)

ભાવનગર રાજ્યના મહારાજા ભાવસિંહજીના દીવાન સર પ્રભાશંકર પટ્ટણી ખૂબ વફાદાર અને નિષ્ઠવાન પુરુષ હતા. લોકચાહના વિશેષ પ્રમાણમાં જોવા મળતી.

દરેક કાર્ય ખંત અને ઉલ્લાસથી કરતાં. જીવનમાં કદી આળસ જોવા મળતી નહીં

ભાવનગર ભીડભંજન મહાદેવની પાસે મોતિબાગમાં બંનેના અલગ અલગ કાર્યાલય હતા. સર પટ્ટણી પાંચ વાગ્યા સુધી કાર્ય કરતાં. ત્યારબાદ મોતિબાગના પટાંગણ આઉટડોર અને ઈનડોર ગેમ્સ રમવા માટે જતાં !

ભાવસિંહજી મહારાજાએ ટેનિસ રમવા ખૂબ શોખીન હતાં. ચાર વ્યક્તિમાથી એક તરફ મહારાજા અને દીવાન પટ્ટણીસાહેબની જોડી રહતી. જ્યારે સામે દરબાર કાળુભા અને મંગળસિંહજીની જોડી રહેતી !

એક દિવસ મહારાજાએ પટાંગણ ઉપર જતાં જતાં પટ્ટણીસાહેબને હસતાં હસતાં કહયું : પ્રભાશંકરભાઈ, આજે આપણે જોડી બદલાવીએ, એક પેરમાં હું અને કાળુભા બીજી પેરમાં તમે મને મંગલસિંહજી !  

ભાવસિંહજી મહારાજાના સૂચન મુજબ રમત શરૂ થઈ. થોડાં પોઇંટ્સ  બંને બાજુએ મળ્યા બાદ એકાએક પટ્ટણીસાહેબ મહારાજાને રમત વહેતી બંધ કરવા વિનંતી કરી.

થોડી વારમાં ચારેય ખેલાડીયાઓ પેવેલિયનમાં પાછા ફર્યા. બીજે દિવસે પણ આગલા દિવસ ની જેમ એ પેર મુજબ ટેનિસ રમવાનો મહારાજાએ પ્રસ્તાવ મુકયો. ત્યારે સર પટ્ટણીસાહેબે રમત રમવા નાખુશી જાહેર કરી !

અને મહારાજાને કહ્યું : મને પેર બદલવાનું પસંદ નથી. મહારાજાએ પ્રસ્તાવ મંજૂર રાખ્યો અને એ દિવસ રમત પૂરી થઈ !

ભાવસિંહજી મહારાજાના મંત્રિઓ સર પ્રભાસશંકર પટ્ટણીસાહેબે પેર બદલવાની શા માટે ના પડી એ અંગે અંદારેઅંદર ભારે ચર્ચા કરી રહ્યા હતા !

એટલામાં દીવાન પટ્ટણીસાહેબ આવ્યાં. આ ચર્ચા સાંભળતા કહ્યું : ‘અમારા મહારાજ રમતમાં ય મારી સામે ના જોઈએ. તેઓ  મારી સાથે જ હોય.

આજે હું રમતમાં તેઓની સામે  હોઉ તો કાલે રાજ્યમાં પણ તેમની સામે થાઉં..... અમારા રાજા દેવ સમાન છે !’

તેઓ મારી સામે રમે તો હું હરાવવાની કોશિશ કરું. આવો ખ્યાલ સ્વ્પ્નેય કેમ વિચારી શકાય ?

આવા સર પટ્ટણીસાહેબ ઉદ્દગારો સાંભળતા મહારાજાના અંગત મંત્રીઓના શિર આ મહામાનવના ચરણોમાં ઝૂકી ગયા !!