About
Picture

Devika Rahul Dhruv [દેવિકા રાહુલ ધ્રુવ]

Name:
Devika Rahul Dhruv [દેવિકા રાહુલ ધ્રુવ]
Email:
ddhruva1948@yahoo.com
Pen Name:
દેવિકા
Address:
11047, N.Auden Cir, Missouri City,TX 77459 Phone No. 281-415-5169
Mesquite, Texas, United States
Contact No:
09999000088
Birth Date:
01-01-1970
I am:
Writers,Poets

Picture

દેવિકાબહેનનો જ્ન્મ

દેવિકાબહેનનો જ્ન્મ ગુજરાતના એક ખુબ નાના ગામ ભૂડાસણમાં ૧૯૪૮માં એક મધ્યમવર્ગી કુટુંબમાં થયો હતો. પિતા મેટ્રીક પાસ થયેલા જ્યારે માતા પાંચ ધોરણ સુધી ભણેલા હતા.

દેવિકાબહેનનો પ્રાથમિક અને માધ્યમિક શાળાનો અભ્યાસ ૧૯૫૪થી ૧૯૬૪ સુધી અમદાવાદની મ્યુનિસિપાલિટિ કન્યા શાળામાં થયો.

Picture

પંદર વર્ષની વયે પહેલી કવિતા

નબળી આર્થિક પરિસ્થિતિને લઈ પરીક્ષા વખતે એમને મ્યુનિસિપાલિટિના દીવા નીચે બેસીને અભ્યાસ કરવો પડતો. અભ્યાસમાં તેજસ્વી હોવાથી હંમેશાં પહેલો નંબર આવતો. શાળામાં શિક્ષણ ફ્રી હતું, નોટબુક અને પુસ્તકો કોઈને કોઈ સહાયક પાસેથી મળી રહેતા. અભ્યાસ ઉપરાંત વકતૃત્વ સ્પર્ધા, નૃત્ય-નાટક વગેરેમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા.

વાંચનનો શોખ ખૂબ નાની ઉંમરથી જ હતો અને ખૂબ નાની વયે શેર શાયરીનો શોખ પણ કેળવેલો. પંદર વર્ષની વયે એમણે પહેલી કવિતા લખીને એમના શિક્ષકને આપી હતી.

Picture

કવિતા વિષે નાનપણથી પ્રીત

૧૯૬૪માં S.S.C.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થઈ અમદાવાદની એચ. કે. આર્ટસ કોલેજમાં એડમીશન લીધું. સંસ્કૃત અને ગુજરાતીને મુખ્ય વિષય લઈ, ૧૯૬૮માં B.A.ની ડીગ્રી પ્રાપ્ત કરી. B. A. પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ નંબરે પાસ થયેલા અને સોમૈયા ગોલ્ડ મેડલ ઉપરાંત અન્ય ચાર ઈનામ પ્રાપ્ત કરેલા. નગીનદાસ પારેખ, મધુસુદન પારેખ અને યશવંત શુક્લ જેવા શિક્ષકોનો એમને લાભ મળેલો.

૧૯૬૮માં કાવ્ય પઠન સ્પર્ધામાં શ્રી ઉમાશંકર જોશીના હસ્તે ઈનામ વિજેતા. કોલેજની ઈતર પ્રવૃતિઓમાં એમના એક નાટકને પ્રથમ ઈનામ મળેલું અને એમની એક નૃત્યનાટિકાની દિલ્હીમાં રજૂઆત થયેલી સંસ્કૃત ભાષામાં બોલવાની હરિફાઈમાં પણ એ પ્રથમ આવેલા

ગુજરાત યુનિવર્સિટિની કોલેજ ડીગ્રીમાં સંસ્કૃત મુખ્ય અનેગુજરાતી વિષય સાથે પ્રથમવર્ગમાં પ્રથમ. સોમૈયા સુવર્ણ ચન્દ્રક અને અન્ય પાંચ ઈનામોના વિજેતા. કવિતા વિષે નાનપણથી પ્રીત.

 

Picture

કાવ્ય સંગ્રહ અને સંપાદન

કાવ્ય સંગ્રહ.....

. શબ્દોને પાલવડે -પ્રયોગશીલ પદ્ય રચનાઓ જેમાંશબ્દારંભે અક્ષર એક શિર્ષકહેઠળ કથી જ્ઞ સુધીની લગભગ ૩૫ જેટલી રચનાઓમાં દરેકશબ્દનો પહેલો અક્ષર એકસરખો. દા.. કોમળ કોમળ કરમાં કંગન, કંચન કેરાં કસબી કંકણતે પ્રમાણે દરેક ગુજરાતી મૂળાક્ષર પર રચના.

. અક્ષરનેઅજવાળે-જેમાં ગીત અને છંદોબધ્ધ ગઝલનો સમાવેશ કરેલ છે. તેમાંની કેટલીક સ્વરબધ્ધ થઈ છે.

.’કલમને કરતાલેઆ વર્ષે પ્રકાશિત થશે.

સંપાદન

. ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનના ઈતિહાસની એક ઝલક.

.English-Glimpses Into a Legacy-Dhruva family.

3. English-Ma- Banker Family.

Picture

કાવ્યપઠન, વક્તવ્ય અને સંચાલન

ગુર્જરી, નવનીત-સમર્પણ, કુમાર, કવિલોક,  ફીલીંગ્સ, દર્પણ, જેવાં મેગેઝીન, જુદાજુદા સમાચારપત્રો, બ્લોગ, રેડિયોસ્ટેશન, ગુર્જરવાણી, સ્પીકબિન્દાસ,સ્વરસેતુ વગેરેમાં પ્રસારણા અને વાર્તાલાપ.. બુધસભા, કેલીફોર્નિયા, યુનિ. ઓફ ફ્લોરીડા, ગુજરાતી રાઈટર્સ ફોરમ ઓફ યુ.કે. વગેરે સ્થળે કાવ્યપઠન અને વક્તવ્ય..

હાલ વેબગુર્જરીની સાહિત્ય સમિતિના સંપાદનકાર્યમાં પ્રવૃત્ત અને હ્યુસ્ટનની સાહિત્ય સરિતામાં માનદ સલાહકાર તરીકેની નિમણૂંક.

બે બ્લોગ પર પ્રવૃત્ત

http://devikadhruva.wordpress.com/

http://devikadhruva.gujaratisahityasarita.org/

Prose [WRITINGS]

કવિ શ્રી કૃષ્ણ દવેની એક કવિતા “ ફેસબુક ! “નું રસદર્શન

કવિ શ્રી કૃષ્ણ દવેની એક કવિતા “ ફેસબુક ! “નું રસદર્શન

શ્રી કૃષ્ણ દવેની તાજેતરમાં  રચાયેલ કવિતા “એની લાઈકથી જીવી જવાય છે.” એ કવિના જણાવ્યા મુજબ આપણી માતૃભાષા ગુજરાતી તરફથી ફેસબુકને અર્પણ કરીને લખાયેલી છે. કારણ કે, ફેઈસબુકના માધ્યમથી આપણે સૌ એકબીજાની રચનાઓને માણી શકીએ છીએ. તેથી ફેસબૂકને અર્પણ”. સૌથી પ્રથમ કવિતા તરફ નજર કરીએ. ત્યારબાદ રસદર્શન.

! ! ! ફેસબુક ! ! !

એની લાઈકથી જીવી જવાય છે .
બુક મારી સાવ ભલે કોરીકટ લાગે પણ ફેસ મને એનો દેખાય છે .
એની લાઈકથી જીવી જવાય છે .

છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરા થઈ જાતા ન્યાલ
રિકવેસ્ટમાં કેદારો મોકલતા આવડે તો તારી પણ વાગે કરતાલ
કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે.

એની લાઈકથી જીવી જવાય છે .

બીજાની સાથે નહિ પોતાની જાત સાથે કરતા જે શીખી ગ્યા ચેટ
એવાની આંગળીયું પકડી લઇ જાય છે ને એની કરાવે છે ભેટ
રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે ને ટચસ્ક્રીનમાં રાસ પણ રચાય છે.
એની લાઈકથી જીવી જવાય છે .

દુખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેર
સામેથી સરનામું સર્ચ કરી પહોચે છે શામળીયો શેઠ એને ઘેર
લોગઇન કરીને સાવ બેઠાં નીરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે
એની લાઈકથી જીવી જવાય છે .


કૃષ્ણ દવે . તા-21.11.16

રસદર્શનઃ 

મને આ કવિતામાં સાંગોપાંગ એક ઉચ્ચ કક્ષાની મસ્તીનો ને સાચા કાવ્યત્વનો ઘેરો રંગ દેખાયો છે. કવિતાની ધ્રુવ પંક્તિમાં તેઓ કહે છે કે, “એની લાઈકથી જીવી જવાય છે.” અહીં જરા ઊંડા ઉતરીને ગહન રીતે વિચારીશું તો “એની લાઈક” દ્વારા સર્જનહારની કૃપાદ્રષ્ટિનો અણસાર તરત જ આવે છે. પરમની નજર અને રહેમ/પસંદગી આપણા તરફ હશે તો જીવી જવાય છે. જેમ જેમ આગળ વાંચતા જઈએ છીએ તેમ તેમ આ અર્થ વધુ ને વધુ ઉઘડતો જાય છે. એ કહે છે કે, “મારા જીવનની બુક ભલે કોરીકટ લાગે પણ ફેઈસ મને ‘એનો’ દેખાય છે. એની લાઈકથી જીવી જવાય છે.” જાણે કે મીરાંબાઈ  કહેતા હોય કે, મારે તો ગિરિધર ગોપાલ દૂસરા ન કોઈ. બીજું ભલે ને કોઈ ન હોય ને જીંદગીનો કાગળ સાવ જ કોરો ને કટ રહે પણ એની લાઇકથી જીવી જવાય છે.

 

અંતરામાં કવિ એક કદમ આગળ વધે છે ને કહે છે કે, “છલકાતો પ્યાલો એ ટેગ જો કરે ને તો તો મંજીરા થઈ જાતા ન્યાલ, રિકવેસ્ટમાં કેદારો મોકલતા આવડે તો તારી પણ વાગે કરતાલ.“કોમેન્ટમાં હેત કરી હાર હરિ મોકલે તો મોબાઈલ મંદિર થઈ જાય છે.” વાહ..વાહ.. રોમેરોમમાં અહીં નરસિંહ મહેતાની કરતાલ અને કેદાર જેવા એકદમ ઉચિત શબ્દ પ્રયોગો વાંચી તનમન રોમાંચિત બને છે તો એનો લય દિલને પુલકિત કરી દે છે.

 

બીજો અંતરો અંતરની મર્મભરી વાતો માંડે છે. જાતને ઓળખવાની રીત કેવી રમતિયાળ રૂપે ચિત્રાત્મક કરી આપી છે. આંગળીના ટેરવા, ટચસ્ક્રીનમાં રાસ દ્વારા એક સુંદર માહોલ ઉભો કર્યો છે. ચેટ અને ભેટનો પ્રાસ અહીં આબાદ રીતે અર્થને ખુલ્લાં આકાશની જેમ સ્પષ્ટ કરી આપે છે.

 

ત્રીજા અંતરાની પહેલી પંક્તિમાં “દુખ જો મળે તો કરે પળમાં ડિલીટ અને સુખ જો મળે તો કરે શેરશું સૂચવે છે? જાણે સાચા સંતની અદાથી જીંદગીને સાચી રીતે જીવવાની જડીબુટ્ટી બતાવી દીધી છે! અને પાછા આગળ એક વાત વધુ ઉમેરે છે કે, જો એ પ્રમાણે ચાલશો ને તો “સામેથી સરનામું સર્ચ કરી પહોંચે છે શામળીયો શેઠ એને ઘેર…લોગઇન કરીને સાવ બેઠાં નીરાંતે એના અઘરા પણ અવસર ઉજવાય છે..”  આ અઘરા અવસર ઉજવવાની કેટલી મોટી વાત કેટલી સરળતાથી કહેવાઈ છે? અહીં ફિકરને ફાકી કરીને બેઠેલા કોઈ ફકીરની આર્ષવાણી સંભળાયા વગર રહેતી નથી.

 

કાવ્યમાં વિષયની પસંદગી અને ઉઘાડ ક્રમિક રીતે થયેલ છે.મોબાઈલ મંદિર, અઘરા અવસર અને કેદાર-કરતાલ જેવા શબ્દો મનભાવન પ્રયોજ્યા છે. ટેગ,ચેટ,લોગઈન,ટચસ્ક્રીન,લાઈક,રીક્વેસ્ટ,ફેસબુક,કોમેન્ટ,મોબાઈલ વગેરે રોજબરોજના અંગ્રેજી શબ્દોની સાથે ગુજરાતી ભાષાના શબ્દોનો સમન્વય યોગ્ય રીતે યોગ્ય જગાએ શોભાયમાન લાગે છે,ખીલી ઊઠે છે. સતત રમતો લય મનને અને ચરણને ઝંકૃત કરી દે છે.

 

સીધી ફેસબૂકને માટે લખાયેલ આ રચના અવનવા અર્થોના અને ભાવોના  ઉન્મેષ જગવે છે. “એને’ એટલે ઈશ્વરને, પ્રિયતમાને કે કોઈપણ પ્રિયપાત્રને સંબોધન/સર્વનામ યોગ્ય જ ઠરાવે છે. કવિએ ‘રાધા ને શ્યામ એના ટેરવે બિરાજે  માં ‘શ્યામની જગાએ કૃષ્ણ શબ્દ-પ્રયોગ કર્યો હોત તો સ્વયંના નામ માટે પણ  યથાર્થ બની જાત એમ લાગ્યું.એકંદરે આ કાવ્ય અનાયાસે સ્ફૂરેલા ઉત્તમ કાવ્યત્વની કોટિએ પહોંચી આનંદનો અનુભવ કરાવે છે તે નિશંક છે. કૃષ્ણભાઈની કલમને અને કવિકર્મને સલામ. 

 દેવિકા ધ્રુવ